ગુજરાતી વિષય ફરજિયાત ન ભણાવતી સ્કૂલોને NOC કેવી રીતે મળે છે :

0

[ad_1]

  • દરેક સ્કૂલોમાં સરકાર ગુજરાતી ફરજિયાતનો અમલ કેમ નથી કરાવતી ?
  • ગુજરાતમાં રહેલી શાળાઓને ક્યાં નિયમોને આધારે એનઓસી આપો છો
  • ગુજરાતમાં અપણ આ મુદ્દે કાયદો બનાવવો જરુરી છે

રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી વિષયને પહેલા ધોરણથી ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં પહેલા ધોરણથી ફરજિયાત ગુજરાતી ભણાવવા માટે સરકારનો જ પરિપત્ર છે, તો તમામ બોર્ડની શાળાઓ તેનો અમલ ન કરે તે કેવી રીતે ચાલે ? હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, અન્ય બોર્ડ કે શાળાઓ ગુજરાતની ધરતી પર શાળાઓ ચલાવે છે, તો તેઓ શા માટે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા મુદ્દે નિરસતા દાખવે છે ? હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતમાં રહેલી શાળાઓને ક્યાં નિયમોને આધારે એનઓસી આપો છો, તે જણાવો. સરકાર એનઓસી આપે છે તો શાળાઓ માટે શરતો પણ હશે, આ અંગેની વિગતોને રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારને એ પણ ટકોર કરેલી કે જે શાળાઓ ગુજરાતી ભણાવવાનુ સર્ટિફિકેટ આપે છે, તેમને તો પહેલા ગુજરાતી શિખવાડો.

અરજદારની રજૂઆત હતી કે તેમને મળેલી વિગત મુજબ રાજ્યમાં 109 શાળાઓ છે, જે ગુજરાતી ભાષા ભણાવતી નથી, જ્યારે સરકાર કહે છે માત્ર23 શાળાઓ જ ગુજરાતી ભણાવતી નથી. દેશમાં પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર (ઉર્દુ માટે) સહિતના રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓને ધો. 1થી 8 સુધી ભણાવવા માટે નિયમો બનેલા છે. ગુજરાતમાં અપણ આ મુદ્દે કાયદો બનાવવો જરુરી છે, માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *