32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યProstate Cancer કેટલુ ખતરનાક ? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે શિકાર

Prostate Cancer કેટલુ ખતરનાક ? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે શિકાર


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉ બાઇડન પ્રોસ્ટેટ કેન્સરનો શિકાર બન્યા છે. જે હાડકા સુધી ફેલાઇ ગયુ છે. રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરાયુ હતું. જૉ બાઇડન અને તેમનો પરિવાર આ ગંભીર બીમારીના ઇલાજ માટે વિચાર કરી રહ્યા છે. આ રોગને સમયસર ઓળખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આવો જાણીએ પ્રોસ્ટેટ કેન્સર શું હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ કેન્સરને ર્હાર્મોન થેરપી, કિમોથેરપી અને બોન ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ કરી શકાય છે.

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો

આ રોગને સમયસર ઓળખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેશાબ કરવામાં તકલીફ થવી કે મૂત્રમાર્ગમાં દુખાવો થવો એ આ ગંભીર રોગની નિશાની સાબિત થઈ શકે છે. વારંવાર પેશાબ કરવાની સમસ્યા પ્રોસ્ટેટ કેન્સર તરફ પણ ઈશારો કરી શકે છે.

  • પેશાબ કરવામાં મુશ્કેલી
  • પેશાબનો નબળો પ્રવાહ અથવા અસામાન્ય રીતે પેશાબ થવો 
  • પેશાબ દરમિયાન દુઃખાવો
  • વારંવાર પેશાબ કરવો, ખાસ કરીને રાત્રે

હાડકામાં દુખાવો

શું તમને હાડકામાં દુખાવો થાય છે? જો તમને કમરના નીચેના ભાગમાં, પેલ્વિક વિસ્તારમાં અથવા હિપમાં દુખાવો થતો હોય, તો આ પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય જો તમારા પેશાબ સાથે લોહી નીકળતું હોય, તો તરત જ સાવચેત રહો નહીંતર તમારે પરિણામ ભોગવવું પડી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ ખતરનાક રોગને કારણે તમે વધુ થાક અને નબળાઈ પણ અનુભવી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવી બાબત

કોઈ પણ કારણ વગર વજન ઘટવું એ પણ પ્રોસ્ટેટ કેન્સરની નિશાની હોઈ શકે છે. આ ઉપરાંત, પ્રોસ્ટેટ કેન્સરને કારણે પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે. જો તમને આવા લક્ષણો એકસાથે અનુભવાઈ રહ્યા હોય તો તમારે કોઈપણ વિલંબ કર્યા વિના તમારી તપાસ કરાવવી જોઈએ. પ્રોસ્ટેટ કેન્સરની જેટલી વહેલી ખબર પડે તેટલુ સ્વાસ્થ્યને ઓછુ નુકસાન થાય

(DISCLAIMER: આ લેખમાં સૂચવેલ માહિતી માત્ર જાણકારી પુરતી છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ પગલાં લેતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતુ નથી. )



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય