27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઅંજારના તાલુકા હેલ્થ ઓફિસર સાથે હનીટ્રેપ : 30 લાખ માગ્યા | Honeytrap...

અંજારના તાલુકા હેલ્થ ઓફિસર સાથે હનીટ્રેપ : 30 લાખ માગ્યા | Honeytrap with Taluka Health Officer of Anjar: 30 lakhs sought



આશા વર્કર તરીકે નોકરી માગી પછી વોટ્સ-એપ મેસેજીસ કરી ફસાવ્યાં

ચા પીવાના બહાને ઘરે બોલાવી મહિલાએ કપડાં ઉતાર્યા ત્યાં તેના કહેવાતા પતિએ આવી વિડીયો ઉતારી… માર મારીને ચેક લખાવ્યાં

તા. ૨૧ની બપોરે તાલુકા હેલ્થ ઓફિસરને પોતાની કારમાં લઈ જઈ આઠ ચેક લખાવ્યાં

૧૭ ઓગષ્ટથી ૨૧ સપ્ટેમ્બર સુધીના ઘટનાક્રમમાં દરરોજ ફોટા મોકલતી નર્મદા અને ગુલામ પલાયન

ગાંધીધામ: અંજારના તાલુકા હેલ્થ આફિસર તરીકે છેલ્લાં ૧૪ વર્ષથી કાર્યરત ૫૮ વષય ડા. રાજીવ અંજારીયાને હની ટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ક્લિપ ઉતારી બ્લેકમેઈલ કરીને ૩૦ લાખ રૂપિયા પડાવવા પ્રયાસ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. સવા મહિના પહેલાં વોટ્સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી કરવા વિનંતી કરી હતી. આ પછી વોટ્સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યો હતો. પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી. આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા. ૩૦ લાખ રૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી ૫૦,૦૦૦ આપ્યા હતા. બાકીના ૩૦ લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ છે.

અંજારના તાલુકા હેલ્થ ઓફિસર  ડા. રાજીવ અરવિંદભાઈ અંજારીયાએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આરોપી તરીકે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ ઊર્ફે ગુલામ હાજીને દર્શાવ્યા છે. ફરિયાદી તબીબે જણાવ્યું કે સૌપ્રથમવાર ૧૭ ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાળંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું હોવાનું જણાવ્યું હતું. ે ડા. અંજારીયાએ કોઈ પ્રત્યુત્તર ન આપતા નર્મદાએ તેમને ફોન કરીને બપોરે ત્રણ વાગ્યે રૂબરૂ મળવા આવી હતી અને નોકરીની ખૂબ જરૂરિયાત હોવાનું કહીને જગ્યા પડે ત્યારે જાણ કરવા વિનંતી કરી હતી. 

આ પછી નર્મદાએ સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોનગ અને ગુડ નાઈટના મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. પરિચય ગાઢ બન્યા બાદ નર્મદા વધુ એકવાર રૂબરૂ અંજાર ખાતેની કચેરીએ આવી હતી અને વોટ્સએપ કોલ પર પણ અવારનવાર વાતચીત શરૂ કરી હતી. નર્મદા ડો. અંજારિયાને અવારનવાર ઘરે ચા-પાણી માટે આવવાનું કહેતી હતી. તા.૨૧ સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા પિતા પણ મળવા ઈચ્છતાં હોવાનું જણાવી ઘેર બોલાવ્યાં હતાં. ડો. અંજારિયા ઘેર ગયાં ત્યારે તેના માતા પિતા કોઈ હાજર ન હતા. નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યાં હતા અને પછી અચાનક તેના ઉપરનાં વો કાઢી નાખ્યાં હતા. ડો. અંજારિયા કઈ સમજી શકે તે પહેલા જ દિનેશ નામનો નર્મદાનો પતિ અચાનક ઘરમાં આવી ચઢયો હતો. તેંં મારી જિંદગી બરબાદ કરી નાખી કહીને દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યા હતા. હવે તો તને નહીં છોડું કહીને ફરિયાદીનો શર્ટ ઉતારાવી, બાજુમાં નર્મદાને બોલાવી બંનેની  વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી.દિનેશે વીડિયો ક્લિપ વાયરલ કરવાની અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને પતાવટ પેટે રૂ. ૩૦ લાખની માંગણી કરી હતી. જેથી ધમકીથી ડરી ડો. અંજારિયાએ ઓફિસે જઈ તાત્કાલિક પચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીના નાણાં વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહ્યું હતું.

આ બનાવ બાદ આરોપી ગુલામ હાજી ઊર્ફે દીલીપ વાળંદ ફરિયાદી ડો. અંજારિયા અને નર્મદાને પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડીને તાલુકા હેલ્થ ઓફિસરની ઓફિસે આવ્યો હતો. ડો. અંજારિયાએ પોતાની પાસે રહેલી ચેકબૂક માંથી પચાસ હજાર રૂપિયાનો બેરર ચેક લખીને પ્યૂનને બેંકમાં જઈ નાણાં લઈ આવવા મોકલ્યો હતો. દરમિયાન આરોપી ગુલામે પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ  લખાવી, સહી કરાવીને ૬ ચેક પડાવી લીધાં હતાં. એટલું જ નહીં અન્ય બે કોરાં ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેન્કમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપી હતી. 

આ દરમિયાન પ્યૂન બેન્કમાંથી નાણાં લઈને આવ્યો તે પચાસ હજાર રૂપિયા લઈને ગુલામ અને નર્મદા ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ મંગળવારે ગુલામે ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને નાણાંની ઉઘરાણી કરી હતી. પરંતુ ડો. અંજારિયાએ નાણાંની વ્યવસ્થા ન થઈ શકી હોવાનું જણાવતાં બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહિતર બળાત્કારની ખોટી ફરિયાદમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. જે વાતથી હતાશ થઈ ગયેલા ફરિયાદી તબીબે બનાવ અંગે પોતાના બનેવીને સમગ્ર વાત કરી હતી અને બાદમાં મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય