હનીટ્રેપઃ રેલોન બાદ હવે આશા ઘોરીના જામીન નામંજૂર .

0

[ad_1]

Updated: Jan 3rd, 2023


– આદીપુરના ફાઈનાન્સર પાસેથી 10 કરોડની ખંડણી મંગાઈ હતી

– જામીન આપવાથી પુરાવા સાથે ચેડા થઈ શકે એવી દલીલો બાદ ભુજની કોર્ટે જામીન આપવા ઈન્કાર કર્યો

ભુજ: ચકચારી આદીપુરના ફાઈનાન્સરને હનીટ્રેપ કરવાના ગુનામાં વિનય ઉર્ફે લાલાનો જેલવાસ લંબાયા બાદ હવે મુખ્ય સુત્રધાર એવી આશા ઘોરી(પટેલ) ની નિયમિત જામીન અરજી ફગાવાઈ છે.

ચકચારી હનીટ્રેપમાં આઠ આરોપીઓ સામે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જે આરોપીઓ પૈકી તાજેતરમાં જ ભુજના બિલ્ડર વિનય રેલોન ઉર્ફે લાલાની જામીન અરજી ફગાવાઈ હતી. લાલાનો જેલવાસ લંબાયા બાદ હવે આરોપી આશાબેન મુળજીભાઈ ઘોરી(પટેલ)ની પણ નિયમિત જામીન અરજી ભુજની અધિક સેશન્સ અદાલતે નામંજુર કરી છે. 

આરોપી વતી એવી દલીલો થઈ હતી કે, આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી. અમલદાર દ્વારા ખોટી રીતે કલમો લગાડવામાં આવેલ છે. આરોપીએ ૧૦ કરોડ માંગેલ નથી. પોતે જ ભોગ બનનાર છે તો બીજીતરફ ફરિયાદ પક્ષે એવી દલીલો કરાઈ હતી કે, આશા ઘોરી જ મુખ્ય આરોપી છે. તેમના લીધે જ બનાવ બન્યો છે. ખોટી ફરિયાદો કરાવી ફરિયાદીને સમાધાન કરવા ફરિયાદી પાછી ખેંચવા દબાવે છે. આવા સંજોગોમાં જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરવામાં આવશે તેમજ મુખ્ય આરોપીઓ પકડવાના બાકી છે. આમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભુજની અધિક સેસન્સ અદાલતે મૂળ ફરિયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી જામીન અરજી ફગાવી હતી. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે ભુજના એડવોકેટ આર.એસ.ગઢવી, સરકાર પક્ષે કે.સી. ગોસ્વામી હાજર રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *