હોકી વર્લ્ડ કપ: ન્યૂઝીલેન્ડ સામે યજમાન ભારત હાર્યું

0

[ad_1]

  • ન્યૂઝીલેન્ડ સામે ભારતે પ્રથમ ગોલ કર્યો હતો
  • પેનલ્ટી શૂટઆઉટમાં ન્યુઝીલેન્ડ 5-4 થી જીત્યું
  • ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ બેલ્જિયમ સામે રમશે

હોકી વર્લ્ડ કપમાં રવિવારે (22 જૂન) ના રોજ ક્રોસઓવર મેચમાં ટીમ ઈન્ડિયાની હારી થઈ. ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર સાથે ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થયું હતું. બંને ટીમો નિર્ધારિત સમય સુધી 3-3 થી બરાબરી પર હતી. જે બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી. ત્યાં ન્યુઝીલેન્ડ 5-4 થી જીત્યું. 24 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે.

શ્રીજેશ અને ક્રિષ્ના પાઠકના પ્રયાસો છતાં ભારત હારી ગયું

ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે તેનું 1975 પછી મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાનો ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો. નિર્ધારિત 60 મિનિટ સુધી મેચ 3-3ની બરાબરી પર રહી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના ગોલકીપર પીઆર શ્રીજેશ અને ક્રિષ્ન પાઠકે પેનલ્ટી શૂટઆઉટમાં ચાર ગોલ રોક્યા હતા. આમ છતાં ભારત જીતી શક્યું ન હતું.

મેચમાં ભારતે પ્રથમ ગોલ કર્યો હતો

જે બાદ તેણે બીજો ગોલ કર્યો હતો. ન્યુઝીલેન્ડ એક ગોલ સાથે કમબેક કર્યું અને ભારતે ત્રીજો ગોલ કર્યો. જે બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ કિવી ટીમે જબરદસ્ત વાપસી કરી હતી. તેણે બે ગોલ કરીને ભારતીય ખેલાડીઓ અને ચાહકોને ચોંકાવી દીધા હતા. ન્યૂઝીલેન્ડે મેચમાં પાછળ રહીને બરાબરી કરી હતી અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી. ભારત તરફથી મેચમાં લલિત ઉપાધ્યાય, વરુણ કુમાર અને સુખજીત સિંહે ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયા 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *