ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતદેશમાં પણ આ ચેપના ઘણા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય પણ આ વાયરસ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આ વાયરસ અંગે સતર્ક રહેવા જણાવ્યું છે.
HMPVએ શ્વાસોશ્વાસનો રોગ છે. તેના લક્ષણો કોવિડ-19 જેવા જ છે. કોવિડ-19 માં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાતા હતા. આ વાયરસમાં પણ આ જ લક્ષણો જોવા મળી રહ્યાં છે. જોકે તે કોવિડ જેટલા ઘાતક નથી.
HMPV વાયરસ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ અસર કરી રહ્યો છે. આ ચેપની અસર 2 થી 5 વર્ષની વયના બાળકોમાં જોવા મળી રહ્યો છે. જેનામાં શારીરિક નબળાઈ વધુ હોય તે વ્યક્તિને જલ્દી ચેપ લગાવી શકે છે. આ વાયરસ આવતાની સાથે જ આરોગ્ય વિભાગમાં ચિંતા વધી ગઈ છે. સામાન્ય લોકોમાં પણ ચિંતામાં મુકાયા છે. કોવિડ વાયરસથી શરીરમાં ઘણી આડઅસરો થઈ. શું તે HMPV ને કારણે પણ થઈ શકે છે? કેટલાક નિષ્ણાતોના મતે, આ વાયરસ કિડની પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
કિડની પર અસર કરે છે
નિષ્ણાતો કહે છે કે વાયરસની કિડની પર સીધી નકારાત્મક અસર થવાના કોઈ જ લક્ષણો નથી, પરંતુ તેની આડઅસરના કેટલાક પુરાવાઓ છે.
જોકે, HMPV કિડની પર સીધી અસર કરતું નથી. કેટલાક કિસ્સાઓમાં, દર્દીને ડાયાલિસિસની જરૂર પડે છે, આ કિસ્સામાં કિડનીને અસર થઈ શકે છે. નિષ્ણાતોના મતે, HMPV કિડની પર ખરાબ અસર કરી શકે છે. આ વાયરસ કેટલાક દર્દીઓમાં કિડનીને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. એક અભ્યાસમાં HMPV ચેપ અને કિડનીની સમસ્યાઓ વધારે છે તેમાં કેટલાક પુરાવાઓ મળ્યા છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે
યુનાઇટેડ સ્ટેટ્સમાં હોસ્પિટલમાં દાખલ બાળકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે HMPV ચેપને કારણે કિડનીની સમસ્યાઓ (AKI) વધી છે.આ અભ્યાસ HMPV ચેપ અને કિડનીના રોગો વચ્ચેના સંભવિત જોડાણને કંઈક અંશે સમર્થન આપે છે. આ વિશે વધુ માહિતી મેળવવા માટે અભ્યાસની જરૂર છે. હાયપોક્સિયા કિડનીને નુકસાન પહોંચાડી શકે છે
જોખમ વધારી શકે છે
HMPV ચેપ ગંભીર શ્વાસોશ્વાસની બિમારીનું કારણ બને છે. શરીરમાં શ્વાસોશ્વાસ ચેપ પણ હાયપોક્સિયાનું જોખમ વધારી શકે છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગે છે અને કિડનીમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. તેથી કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. ખૂબ તાવ અને ઉલટી થવાને કારણે કિડનીની સમસ્યાઓ વધી જાય છે.
જો તમને આ લક્ષણો હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો
યોગ્ય રીતે પેશાબ ન કરી શકવો
પગ અથવા ચહેરા પર સોજો
શરીરમાં થાક અને નબળાઈ
સતત પેટમાં દુખાવો
Disclaimer: આ સમાચાર વાયરસ પર થયેલા રિસર્ચના આધારે સંદેશ ન્યુઝ આ પ્રકારના કોઈપણ સમાચારની પુષ્ટિ કરતું નથી.