હિટમેન ઈઝ બેક: રોહીત શર્માએ 67 બોલમાં 83 રન બનાવ્યા

0

[ad_1]

  • રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર વાપસી કરી
  • ટોસ હાર્યા બાદ ભારત પ્રથમ બેટિંગ કરવા આવ્યું હતું
  • રોહિત અને શુભમન વચ્ચે 143 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઇ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર વાપસી કરી લીધી છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં હિટમેને ધમાકેદાર 83 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 67 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી કુલ 83 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દર્શકોને આજે આશા હતી કે રોહિત શર્મા સદી ફટકારશે પરંતુ તે 100 રન પૂર્ણ કરી શક્યો નહોતો.

ટોસ હાર્યા બાદ ભારત પ્રથમ બેટિંગ કરવા આવ્યું હતું ત્યારે રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. 143 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. રોહિત અને શુભમન બંને વચ્ચે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની સ્પર્ધા ચાલી રહી હતી. પહેલા રોહિતે ફિફ્ટી ફટકારી હતી જે બાદ શુભમને પણ અડધી સદી ફટકારી હતી. 7મી ઓવરમાં ફાસ્ટ બોલર કસુન રાજિતાના બીજા અને ચોથા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ફોર ફટકારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની શરૂઆત થઇ છે. જેમાં પહેલી ODI મેચમાં શ્રીલંકાના કપ્તાન દાસુન શનાકાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનીંગ કર્યું હતું. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *