વાંકાનેરના મહિકા ગામ પાસે હીટ એન્ડ રનઃ યુવાનનું મોત

0

[ad_1]

Updated: Jan 21st, 2023


ટક્કર મારી વાહન ચાલક નાસી છૂટયો

લાલપુરના પીપરટોડા ગામ પાસે ટ્રેકટર પાછળ એસ.ટી. બસ અથડાઇસદ્ભાગ્યે જાનહાની ટળી

મોરબી,
જામનગર :  વાંકાનેર બાઉન્ડ્રી નજીક નેશનલ હાઈવે પર મહિકા પાસે વધુ એક
અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવાનને ઠોકર મારતા
યુવાનનું મોત થયું હતું. જામનગર-  લાલપુર
રોડ પર પીપરટોડા પાસે એક એસટી બસ અને બંધ પડેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો
હતો. કોઈને જાનહાનિ થઈ નથી.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી પ્રેમજીભાઈ પુંજાભાઈ
કંટારીયા (ઉ.વ.૬૪) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે
, તેમનો દીકરો હિરેન પોતાનું બાઈક લઈને નેશનલ હાઈવે રોડ પરથી
જતો હતો. ત્યારે મહિકા ગામની સીમ પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારી હતી. જે
અકસ્માતમાં બાઈક ચાલક હિરેન કંટારીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને
અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ
મામલે ફરિયાદ નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામ પાસે આજે સવારે
જામજોધપુર
, નંદાણા, જામનગર રૃટની
એસટી બસ માર્ગ પર બંધ પડેલા એક ટ્રેક્ટર સાથે પાછળથી ધડાકા અથડાઈ હતી
, અને
ટ્રેક્ટરનો  બુકડો બોલી ગયો હતો. જ્યારે
એસટી બસને પણ નુકસાન થયું છે.સદ્ભાગ્ય અકસ્માતમાં ટ્રેક્ટરમાં કોઈ બેઠું ન હોવાથી
તેમજ એસટી બસના મુસાફરોને કોઈ ને ઇજા થઈ ન હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *