બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાન પોતાની એક્ટિંગ સ્કિલને લઇને મોટા પરદા પર કરોડોની કમાણી કરે છે. પરંતુ આજે એવી વાત તમને જણાવીએ કે, બોલિવૂડના કિંગખાને વર્ષ 2024માં એક પણ ફિલ્મ કરી નથી. તેમ છતાં સાઉથ સુપર સ્ટાર્સથી લઇને બોલિવૂડ સુધી તમામ મોટા સિતારાઓને પાછળ છોડી દીધા છે. કઇ બાબતે શાહરૂખ આગળ નીકળી ગયા છે, આવો જાણીએ.
સૌથી વધારે ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી
શાહરૂખ ખાન સૌથી વધારે ઇન્કમ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યા છે. ફોર્ચ્યુન ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટીઝની યાદી બહાર પાડી હતી. જેમાં શાહરૂખ ખાન વર્ષ 2023-24માં રૂ. 92 કરોડ ટેક્સ ચૂકવીને ટોચ પર છે. મહત્વનું છે કે આ યાદી અનુસાર શાહરૂખ ખાને પઠાણ, જવાન અને ડંકી જેવી ત્રણ સુપરહિટ ફિલ્મો સાથે લગભગ 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
મહિલા સેલિબ્રિટીમાં કોણ આગળ ?
ઉલ્લેખનીય છે કે આ લિસ્ટમાં તમિલ સ્ટાર વિજય (થલાપથી) બીજા સ્થાને છે. તેણે રૂ. 80 કરોડ ચૂકવ્યા હતા. સલમાન ખાને 75 કરોડ રૂપિયા, અમિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા અને વિરાટ કોહલીએ 66 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ યાદીમાં મહિલા સેલિબ્રિટી કરીના કપૂર મહિલા કેટેગરીમાં સર્વોચ્ચ ક્રમાંકે હતી. જેણે 20 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો હતો. જો કે તે ટોપ 10માં સામેલ નથી.
ટોપ ટેનમાં કેટલા સેલિબ્રિટીઓ ?
- અજય દેવગણ- 42 કરોડ
- મહેન્દ્રસિંહ ધોની- 38 કરોડ
- રણબીર કપૂર- 36 કરોડ
- સચિન તેંદુલકર- 28 કરોડ
- ઋતિક રોશન- 28 કરોડ
વર્ષ 2023-24 શાહરૂખ ખાન અને વિજય માટે સફળ રહ્યું. શાહરૂખે જાન્યુઆરી 2023 માં પઠાણ સાથે બોલિવૂડમાં ભવ્ય વાપસી કરી હતી. વિશ્વભરમાં રૂ. 1000 કરોડની કમાણી કરી.
ત્યારબાદ જવાન ફિલ્મ પણ ધમાકેદાર હિટ રહી. આ ફિલ્મે 1150 કરોડ રૂપિયાની કમાણી કરીને વધુ સારું પ્રદર્શન કર્યું. જે બાદ વર્ષની અંતિમ રિલીઝ એટલે કે ફિલ્મ ડંકી. આ ફિલ્મે પણ. 400 કરોડથી વધુની કમાણી કરી હતી.