વડોદરા, તા.23 રાજ્ય સરકાર દ્વારા નવા જંત્રીના અમલ માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. તાજેતરમાં નવી જંત્રીનો ડ્રાફ્ટ જાહેર કરી લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં નવા જંત્રીના દરમાં મોટો ઉછાળો જણાય છે જેમાં વર્ષ-૨૦૧૧માં જે જંત્રીના દર હતા તેની સરખામણીએ વર્ષ-૨૦૨૪માં જંત્રીના દર ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધી વધ્યા છે.
વડોદરાની આસપાસનો વિસ્તાર હવે મોટાપાયે ડેવલોપ થઇ રહ્યો છે. શહેરની ચારે દિશામાં વિકાસ માટેના અનેક કામો ચાલુ છે એટલે નવી મુસદ્દારૃપ જંત્રીમાં આ વિસ્તારોમાં ઊચી જંત્રી સૂચવવામાં આવી છે.