Image Source: Freepik
World Hearing Day 2025: આજે ‘વિશ્વ શ્રવણ દિવસ’ છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય છે. થોડા દાયકા પહેલા સુધી તેને વૃદ્ધત્વ સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો અને બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે ભારતની વસતીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો સાંભળવાની ઓછી ક્ષમતા અથવા બહેરાશથી પીડાય છે. કેટલીક આદતો આ સમસ્યાને વધારી રહી છે.