રાજકોટ શહેરના વિકાસ માટે શરૂ કરાયો હાઈટેક સર્વે

0

[ad_1]

  • સિટીઝન પર્સેપ્શન સર્વેમાં QR કોડની મદદથી આપી શકાશે જવાબો
  • સર્વેમાં ભાગ લેવા મ્યુનિ. કમિશનર જાહેર જનતાને હાર્દિક અપીલ
  • નાગરિકોના અભિપ્રાયો શહેરના વિકાસ માટે મૂલ્યવાન બની શકશે

રાજકોટ શહેરના વિકાસ માટે દરેક નાગરિકો અભિપ્રાય આપી શકે તે માટે હાઈ ટેક સર્વે શરૂ કરાયો છે. જેમાં દરેક નાગરિક પોતાના મોબાઈલ દ્વારા QR કોડની મદદથી ભાગ લઈ શકશે. સિટીઝન પર્સેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ કરી છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે.

ભારત સરકારના અર્બન આઉટકમ મિશન 2022 અંતર્ગત સિટીઝન પર્સેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

તેમણે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે. આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ સર્વેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબાઈલ ફોન વડે ક્યુઆર કોડ સ્કેન કરી અથવા વેબસાઈટ https://eol2022.org/CitizenFeedback પર જઈ પોતાનું શહેર કેવું લાગે તે અંગેનો પોતાનો અભિપ્રાય આપી શકશે. ત્યારબાદ નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાનો યુએલબી (ULB) કોડ 802501 એન્ટર કરવાનો રહેશે. આ સર્વે તા. 31-01-2023 સુધી ચાલશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *