હે રામ! ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ ટિકિટબારી પર ફેંકાઈ ગઈ

0

[ad_1]

Updated: Jan 29th, 2023


– પઠાણનું વાવાઝોડું પૂરેપૂરું નડી ગયું

– રાજ કુમાર સંતોષીની ફિલ્મ રિલીઝ થયાના ત્રણ દિવસમાં માંડ સવા કરોડથી વધારે એકત્ર કરી શકીે

મુંબઈ: રાજકુમાર સંતોષીની બહુચર્ચિત ફિલ્મ “ગાંધી ગોડસે એક યુદ્ધ’ ટિકિટબારી પરથી સાવ ફેંકાઈ ગઈ છે. આ ફિલ્મ બહુ મોટી કમર્શિઅલ સફળતા મેળવશે તેવી આશા કોઈ રાખતું ન હતું પરંતુ ‘પઠાણ’ની સમાંતર રિલીઝ થઈ હોવાના કારણે તેનું કલેક્શન બહુ ઓછું રહ્યું છે. બોલીવૂડના ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મને રિલીઝ થવાના પહેલા દિવસે માંડ ૮૦ લાખ રુપિયાનો વકરો થયો હતો. બીજા દિવસે આ આંકડો ઘટીને પચ્ચીસ લાખ પર આવી ગયો હતો. ત્રીજા દિવસે ફિલ્મને ભારતભરમાં કુલ ૩૨ લાખ રુપિયાનું કલેક્શન મળ્યું છે. રાજ કુમાર સંતોષીની આ ફિલ્મ ગાંધી અને ગોડસેનાં વિચારોત્તેજક સંવાદોને કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી ચુકી છે.

 જોકે, તેનું પ્રતિબિંબ બોક્સ ઓફિસ પર પડયું હોય તેમ જણાતું નથી. 

ટ્રેડ સૂત્રોએ કહ્યું હતું કે આ ફિલ્મની રિલીઝનું ટાઈમિંગ જ ખોટું હતું. ગાંધીના વિષય અને ૨૬ જાન્યુઆરી કે ૩૦ જાન્યુઆરીના ગાંધી નિર્વાણ દિનનું ટાઇમિંગ સેટ કરવામાં  આવ્યું હતું. પરંતુ, ે આ જ દિવસે યશરાજ ફિલ્મ્સની શાહરુખ તથા દીપિકા જેવા ટોચના સ્ટાર્સની ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ થઈ તેના વાવાઝોડાંમાં આ ફિલ્મ ધોવાઈ ગઈ છે. 

બોલીવૂડમાં આમ પણ ભલભલા માંધાતા પ્રોડકશન હાઉસ યશરાજની સામે ફિલ્મ રિલીઝ કરવાનું દુસાહસ ખેડતા નથી. યશરાજની માર્કેટિંગ સ્ટ્રેટેજી એવી હોય છે કે તે મોટાભાગના થિયેટર્સ અને મોટાભાગનાં સ્ક્રીન બૂક કરી લે છે આથી બીજી ફિલ્મને ધારી સંખ્યામાં સ્ક્રીન મળતાં જ નથી. યશરાજની આ નીતિ સામે સમગ્ર ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂશન સેક્ટર નતમસ્તક હોય છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *