here news for Farmer who doing Farming of Onion know Market Price update dgb – News18 Gujarati

0

[ad_1]

Dhruvik gondaliya Bhavngar : ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જીલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 34976 થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું.

સમગ્ર ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળી ના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતો ને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડ માં વેચાણ માટે ખુબ જ સારી થઈ રહી છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવે છે. જેમાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે. કારણ કે ડુંગળીના ભાવમાં 20 કિલોના ભાવ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ આટલા થયા તો 2 લાખ ડુંગળીની બોરીની આવકમાં ભાવ ક્યાં પહોંચશે, તે વિચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભાવનગર જિલ્લામાં મબલખ ડુંગળીનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. ત્યારે કેન્દ્ર સરકાર ડુંગળી એક્સપોર્ટ કરવાના નિયમો હળવા બનાવી તાત્કાલિક ધોરણે ખેડૂતો ડુંગળી નિકાસ કરે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે.આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી

તમારા શહેરમાંથી (ભાવનગર)

First published:

Tags: Local 18, Onion, ખેડૂત, ભાવનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *