બાળકોમાં હૃદયરોગની બીમારી : બે વર્ષમાં 3,200 કાર્ડિયાક સર્જરી કરાઈ

0

[ad_1]

  • સિવિલ કેમ્પસની હાર્ટ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
  • એક વર્ષમાં 3,180 બાળકોને એક જ યોજનામાં સારવાર લેવી પડી
  • યુવાનોમાં જ નહિ પરંતુ બાળકોમાં પણ હૃદય રોગની બીમારી જોવા મળી

બાળકોમાં હૃદય રોગના કેસનું પ્રમાણ વધી રહ્યું છે, યુએન મહેતા હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં 3200 બાળકો પર કાર્ડિયાક એટલે કે હાર્ટ સર્જરી કરવામાં આવી છે, વર્ષ 2021-22માં 1743 અને 2022-23માં 1457 કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત થઈ છે. યુવાનોમાં જ નહિ પરંતુ બાળકોમાં પણ હૃદય રોગની બીમારી જોવા મળી રહી છે.

સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત યુએન મહેતા હોસ્પિટલમાં વર્ષ 2022-23ના અરસામાં 3,180 બાળકોને હૃદય રોગને લગતી વિવિધ સારવાર આપવામાં આવી છે, જે પૈકી 732 કેસમાં કાર્ડિયાક પ્રોસિજર, 1,457 કાર્ડિયક સર્જરી અને 991 કેસમાં મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. બાળકો અને પુખ્ત વયના દર્દીની સાથે સિવિલ કેમ્પસની હાર્ટ હોસ્પિટલમાં 2021માં 2.24 લાખ આઉટ ડોર અને 35 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડી હતી, 2022માં કેસના આંકડા વધ્યા છે, આ અરસામાં 2.77 લાખ દર્દીને આઉટડોર અને 40 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *