32.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, એપ્રિલ 23, 2025
32.1 C
Surat
બુધવાર, એપ્રિલ 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealthy Tea: હૃદયને સ્વસ્થ રાખવા પીવો આ દેશી ડ્રિન્ક, છે ફાયદાકારક

Healthy Tea: હૃદયને સ્વસ્થ રાખવા પીવો આ દેશી ડ્રિન્ક, છે ફાયદાકારક


આજના સમયમાં હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘણું વધી ગયું છે. પહેલા ફક્ત મોટી ઉંમરના લોકો જ આ રોગોથી પીડાતા હતા, જ્યારે આજકાલ યુવાનો પણ તેમની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. દવા ઉપરાંત, કેટલાક ઘરેલું ઉપચાર પણ છે જે હૃદય સંબંધિત રોગોમાં મદદ કરી શકે છે. ત્યારે આજે એક આયુર્વેદિક ઔષધિ વિશે જાણીએ કે જેનાથી હૃદય સ્વસ્થ રહેશે.
હૃદય માટે ફાયદાકારક 
આયુર્વેદ નિષ્ણાંતોના જણાવ્યાનુસાર અર્જુનની છાલ હૃદય માટે ફાયદાકારક છે. અર્જુન છાલ હૃદય માટે ઘણા ફાયદા ધરાવે છે, જેમાંથી સૌથી સારી વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને હૃદયની પમ્પિંગ શક્તિ પણ વધારે છે. અર્જુનની છાલના બીજા ઘણા ફાયદા છે જેમ કે શુષ્ક ત્વચા, ઉધરસ અને કફ માટે પણ કામ કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અર્જુનની છાલનો

ઉપયોગ કેવી રીતે કરવો ?


  • અર્જુન છાલ ઘણી સસ્તી આવે છે. તે આયુર્વેદિક સ્ટોર પર ઉપલબ્ધ હોય છે. અર્જુન છાલનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને વધારે પડતી ટ્રીટમેન્ટ ન આપવામાં આવે. અર્જુન છાલને નાના ટુકડામાં કાપો. ત્યારબાદ, તેને 100 ગ્રામ પાણીમાં નાખો, સવારે તે પાણી પીવો અને તેની છાલ ફેંકી દો.
  • આ ઉપરાંત, અર્જુન પાવડર, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળો. તે પાણી પી લો. આ સિવાય, તમે અર્જુન ચા બનાવીને પી શકો છો. તમે તેમાં મુલેઠી અને સ્ટીવિયા પણ ઉમેરી શકો છો. અર્જુનની છાલમાંથી બનેલી ગોળીઓ પણ બજારમાં આવવા લાગી છે. જો તમે ઇચ્છો તો તે પણ લઈ શકો છો. પાંચમી પદ્ધતિ એ છે કે તમે અર્જુન પાવડરને મધ સાથે ભેળવીને પણ લઈ શકો છો.
(disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણસારુ છે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી) 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય