નટ્સ આપણા સવાસ્થય માટે ફાયદાકારક હોય છે. જો કે ઘણા નટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. જેમાંનું એક છે અખરોટ. અખરોટમાં હેલ્ધી હોય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડેન્ટ, અને જરૂરી પોષક તત્વો હોય છે જે હાર્ટ હેલ્થ, બ્રેન હેલ્થ માટે ફાયદાકારક છે.
અખરોટમાં હોય છે પોષક તત્વો
અખરોટને પોષક તત્વોનો પાવર હાઉસ કહેવાય છે કારણ કે તેમા પોલીનસૈચુરેટેડ અને ઓમેગા-3 એસિડ હોય છે. અખરોટ એખ એવું નટ છે જેમાં લિનોકોલિક એસિડ હોય છે. તેમજ તે સિવાય અખરોટમાં પ્રોટીન અને મેગ્નેશિયમની માત્રા ભરપૂર હોય છે.
અખરોટ છે એન્ટી એજિંગ માટે ફાયદાકારક
અખરોટમાં ફેટી એસિડ, જરૂરી વિટામીન્સ અને એન્ટીઓક્સીડેન્ટસ હોય છે. તેમા એન્ટી ઈંફલેમેન્ટરી જેવા ગુણો પણ હોય છે. અખરોટ પેટ માટે ફાયદાકારક છે. તેનાથી ઈંફ્લેમેશન ઓછી થઈ જાય છે અને સાથે સાથે વજન મેન્ટેન કરવામાં પણ મદદરૂપ છે. એખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેનાથી સ્કિનને થતા નુકસાનને તે અટકાવે છે. સ્કિનને હેલ્ધી બનાવે છે.
હાર્ટ હેલ્થ માટે છે ફાયદાકારક
અખરોટ ખાવાથી હાર્ટને પણ ફાયદો મળે છે. રોજ અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોસલ લેવલમાં રહે છે. અખરોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમા ફાઈબરની માત્રા વધારે હોય છે. અને શરીરના બ્લડ શુગરને રિલીઝ કરવામાં મદદ કરે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.