ડ્રાયફ્રૂટ આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. કેટલાક ડ્રાયફ્રૂટમાં તો ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. તેમાંથી એક છે અખરોટ. અખરોટ હેલ્ધી એજિંગને પ્રમોટ કરવાનું કામ કરે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી ઓક્સિડન્ટસ અને જરૂરી પોષ્ક તત્વો મળી આવે છે. જે હાર્ટ, હેલ્થ અને ઓવર ઓલ બોડી માટે ફાયદાકારક છે. અખરોટને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. કારણ કે તેમાં પોલી અનસેચુરેટેડ ફેટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ત્યારે આવો જાણીએ કેવા લોકોએ અખરોટનું સેવન કરવુ જોઇએ.
સ્થૂળતા
સ્થૂળતા એ આજના સમયની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. નાનાથી લઈને મોટા સુધી, દરેક વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન છે. ત્યારે જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો અખરોટ ખાવા ખોટા નથી. તમે તમારા ડાયટમાં અખરોટ એડ કરી શકો છો. પલાળેલા અખરોટ તમને ફાયદાકારક સાબિત થઇ શકે છે.
હાડકા
પલાળેલા અખરોટ ખાવાથી હાડકા મજબૂત બને છે. હાડકા અને દાંતને મજબૂત બનાવવા માટે અખરોટને પલાળીને ખાવા જોઇએ. અખરોટમાં અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.
માઇન્ડ
પલાળેલા અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે માઇન્ડને સારુ પોષણ આપે છે. માઇન્ડ શાર્પ કરવામાં મદદ કરે છે.
પાચન
અખરોટને ફાઇબરનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. જે પાચનતંત્રને મજબૂત કરે છે. રોજે પલાળેલા અખરોટનું સેવન કરવાથી પેટ અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. તેનો અનુસરણ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી)