23.2 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
23.2 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: આ રીતે ચાલશો તો થશે અનેક ફાયદા, એકવાર અજમાવી જુઓ

Health: આ રીતે ચાલશો તો થશે અનેક ફાયદા, એકવાર અજમાવી જુઓ


સામાન્ય રીતે લોકો ફિટ રહેવા માટે ઘણા બધા પ્રકારની તરકીબો અપનાવતા હોય છે. અલગ અલગ કસરતો અને વ્યાયામ કરતા હોય છે. તેમાનું એક છે ચાલવું . ઝડપથી ચાલવુ સૌથી બેસ્ટ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સીધા ચાલવા કરતાં પાછળની તરફ ચાલવું શરીર માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે?

સીધા ચાલવા કરતાં ઊંધું ચાલવુ વધુ ફાયદાકારક છે, શરીરને મળે છે 6 અમૂલ્ય ફાયદા. તે ફક્ત તમારા સ્નાયુઓને મજબૂત બનાવતું નથી પણ તમારા મનને પણ તેજ બનાવે છે. સંશોધન દર્શાવે છે કે ઊંધું ચાલવાથી સંતુલન, ધ્યાન અને તંદુરસ્તી સુધરે છે. ચાલો જાણીએ પાછળ ચાલવાના તે 6 અમૂલ્ય ફાયદા

1: પાછળની તરફ ચાલવાથી તે સ્નાયુઓ પર કામ કરે છે જે સીધા ચાલતી વખતે ઓછા સક્રિય હોય છે. ખાસ કરીને જાંઘ, ઘૂંટણના સ્નાયુઓ મજબૂત બને છે. તે પગની મજબૂતાઈ વધારવામાં અને ઈજાઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

2:ઊંધું ચાલવાથી કમર અને કરોડરજ્જુ પરનો ભાર ઓછો થાય છે. તે શરીરની સ્થિતિ સુધારે છે અને પીઠના દુખાવામાં પણ રાહત આપવામાં મદદરૂપ સાબિત થાય છે. શરીરની મજબૂતાઈમાં પણ વધારો થાય છે.

3: પાછળની તરફ ચાલવાથી તમારા મગજને નવા પડકારો મળે છે. તે મગજ-સંકલન અને સંતુલન સુધારે છે. સંશોધન દર્શાવે છે કે પાછળની તરફ ચાલવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સુધારો થાય છે.

4: જે લોકો ઘૂંટણના દુખાવા કે સંધિવા જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, તેમના માટે પાછળની તરફ ચાલવું કોઈ વરદાનથી ઓછું નથી હોતું તે ઘૂંટણ પરનું દબાણ ઘટાડે છે અને સાંધાને મજબૂત બનાવે છે. સ્નાયુઓ મજબૂત બને છે. શરીર માટે વધુ ફાયદાકારક બની શકે છે.

5: સીધા ચાલવા કરતાં પાછળની તરફ ચાલવામાં વધુ ઊર્જા વપરાય છે. આનાથી વધુ કેલરી બર્ન થતી હોય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરની સ્ફૂતિમાં પણ વધારો થાય છે.

6: પાછળની તરફ ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હૃદયના સ્નાયુઓ મજબૂત બની શકે છે તે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ડૉકટરની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય