ઉનાળામાં શેરડીનો રસ પીવાની મજા પડે. ગરમીમાં શેરડીનો રસ શરીરને ઘણી રાહત આપે છે, પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ પણ શેરડીનો રસ પી શકે ખરા? કારણ કે શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ વધારે હોય. પણ હા, તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. ત્યારે આવો જાણીએ ડાયાબીટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવો કે નહી.
જો તમને ડાયાબિટીસ નથી તો શેરડીનો રસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો રસ તાજો અને સ્વચ્છ હોય તો. બજારમાં મળતા શેરડીના રસમાં ઘણા હાનિકારક તત્વો હોઈ શકે છે. તેથી ફક્ત સ્વચ્છ સ્ટોલમાંથી જ શેરડીનો રસ લો અને તેમાં લીંબુ, મીઠું અને ફુદીનો ઉમેરો. આ ફક્ત શેરડીના રસનો સ્વાદ જ નહીં વધારશે પણ તમારા માટે પૌષ્ટિક પણ રહેશે. જોકે, શેરડીના રસનું વધુ પડતું સેવન કરવાથી પેટ સંબંધિત રોગો પણ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે?
હા! ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ પણ શેરડીના રસનો આનંદ માણી શકે છે. જોકે, શેરડીના રસનો આનંદ માણવા માટે, તેમણે કેટલીક સાવચેતી રાખવી પડશે. કારણ કે શેરડીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેના રસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીતી વખતે સાવચેત રહેવું જોઈએ.
શું કહે છે નિષ્ણાંત ?
ડાયાબિટીસથી પીડિત લોકો ઉનાળામાં શેરડીના રસ તરફ આકર્ષાય છે, પરંતુ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જે લોકોનો ડાયાબિટીસ નિયંત્રણમાં છે તેઓ શેરડીનો રસ ખૂબ ઓછી માત્રામાં પી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જે લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓ લે છે અને નિયમિત કસરત પણ કરે છે તેઓ તેનું સેવન ઓછી માત્રામાં કરી શકે છે. શેરડીનો રસ ખાંડનું સ્તર ઝડપથી વધારે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
[DISCLAIMER: અહીં આપેલી માહિતીની સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતું નથી આથી તેને અમલમાં મૂકતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી)