PMJAY Scheme : અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં PMJAY યોજનામાં કૌભાંડનો ખુલાસો થયાં બાદ તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઋષિકેશ પટેલે આ યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશનથી લઈને ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવને PMJAY યોજના અંગેના જરૂરી સૂચનો આપ્યા હતા.
PMJAY યોજનાને લઈને પાટનગરમાં મહત્ત્વપૂર્ણ બેઠક
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, PMJAY યોજના હેઠળની રાજ્યની કોઈપણ હૉસ્પિટલમાં સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડાં કરનારા ડૉક્ટર કે હૉસ્પિટલની ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં.