બાલમ કાકડી જોવામાં સામાન્ય કાકડી જેવી લાગે છે પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. બાલમ કાકડી પહેલા નાનો છોડ થાય છે પછી ધીરે ધીરે તે મોટા ઝાડનું સ્વરૂપ લે છે.
બાલમ કાકડી સ્વાસ્થય માટે છે લાભદાયક
બાલમ કાકડીની સ્વાસ્થય માટે ફાયદાકારક છે. તેમાં આયરન, કોલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ અ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે આનું સેવન કરવું જોઈએ. આ કાકડીને તમે તડકામાં સૂકવી તેનું ચુરણ પણ બનાવી શકો છો. જેનું નિયમિત સેવન કરવાથી ગંભીર બિમારીઓમાંથી રાહત મળે છે.
આ પથરીની સમસ્યાને પણ દૂર કરે છે. જેને પથરીની સમસ્યા થતી હોય તેને આનું સેવન કરવું જોઈએ. આ કાકડીનું ચૂરણ પથરીને ધીરે ધીરે બહાર કાઢવામાં મદદ કરે છે. કિડનીના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
ઔષધીયો ગુણોથી ભરપૂર છે બાલમ કાકડી
બાલમ કાકડીના બીજના વાત કરીઓ તો તેમાં ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે જે પેટને ઠંડક આપે છે અને પાચનને સુધારે છે. ગરમીમાં આનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમીની સમસ્યા થતી નથી. તેમાં વિટામીન, મિનરલ્સ અને ઈલોક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ સારી માત્રામાં હોય છે.
બાલમ કાકડીના નુકસાન પણ છે
જો કે આ કાકડીના જેટલા ફાયદા છે એટલા જ નુકસાન પણ છે. બાલમ કાકડીને કાચી ના ખાવી જોઈએ. કાચી કાકડીમાં ઝેર હોય છે અ આનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં કૂક્રિબિટિન નામનું તત્વ હોય છે. જે શરીરના લિવરને નુકસાન પહોચાડે છે. તેના તાસીર ઠંડી હોય છે. જેથી જેને સર્દી, કફ કે શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો રાતે આનું સેવન ના કરવું જોઈએ.
તે સિવાય વધુ માત્રામાં આનું સેવન કરવાથી પેટને નુકસાન થઈ શકે છે. ગેસ, બ્લડમાં પોટેશિયમના સ્તરને વધારે છે. પ્રેગ્નેટ મહિલાઓએ આ કાકડીનો સેવન ના કરવું જોઈએ. આ રીતે રસ્તા પર જોવા મળતી સાધારણ કાકડીના અનેક ફાયદાઓ છે. તેમ જે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.