જ્યારે ઉનાળામાં ગરમી વધી જાય ત્યારે, કંઈક ઠંડું પાણી પીવાથી વધારે સારું કંઈ ના હોઈ શકે. આ સીઝનમાં શાકભાજી અને ફળોના ઓપ્શન વધારે હોવાથી ગરમીમાં સ્વસ્થ રહેવાના ઘણા બધા ઓપ્શન છે.આ ઓપ્શનમાં સૌથી વધારે સારું છે કાકડીનો જ્યૂસ. આ ફક્ત સ્વાદિષ્ટ જ નહિ પરતું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે પણ આ સીઝન માટે કોઈ હેલ્ધી ડ્રિંક ઓપ્શન શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ છે.
તમને રાખે છે હાઈડ્રેટેડ
વજન ઘટાડવા માટે હંમેશા હાઈડ્રેશનને નજરઅંદાજ કરવામાં આવે છે. પરંતુ કાકડીમાં લગભગ 95 ટકા જેટલું પાણી રહેલું હોય છે. કાકડીનો જ્યૂસ તમારી તરસ ને મટાડે છે. અને શરીરના નેચરલ ડિટોક્સને સુધારે છે. હાઈડ્રેટેડ રહેવા માટે અને વજન ઘટાડવા માટે પીવો કાકડીનો જ્યૂસ.
ઓછી કેલેરી, વધુ સંતોષ
એક રિપોર્ટ અનુસાર, 99 ગ્રામ કાકડીમાં 10 કેલેરી હોય છે. આની માત્રા લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે.
પાણીની કમીને ઓછું કરે છે
પાણીની કમી ત્યારે થાય છે જ્યારે કોઈ ફરસાણ કે પ્રોસેસ્ડ વસ્તુઓ ખાઓ છો. આના ડ્યુરેટિક ગુણો એકસ્ટ્ર પાણી અને સોડિયમને હટાવી દે છે. જેનાથી તમારું પેટ ભરેલું હોય તેને હળવું કરે છે. આ તમારા પેટ માટે પણ ફાયદાકારક છે.
ડિટોક્સ કરે છે
કાકડીના જ્યૂસમાં એન્ટીઓક્સીડેંટ, વિટામીન K અને કુકુરબિટાસિન જેવા કંપાઉન્ડથી ભરપૂર હોય છે. એક સ્ટડી અનુસાર, કુકુરબિટાસિન સોજો અને ડાયાબિટિસ સામે રક્ષણ આપે છે. સોજો અને વિષાક્ત પદાર્થોને સાફ કરવાથી તમારું મેટાબોલિજ્મ સારી રીતે ચાલવામાં મદદ મળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
તમને હળવું અને એનર્જેટિક ફિલ કરાવે છે
ભારે ખોરાક તમને આળસુ બનાવી દે છે પરંતુ કાકડીનો જ્યૂસ તમને ઠંડો અને ફ્રેશ રાખે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા નેચરલ ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. તે તમારા શરીરના ફ્લૂઈડને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. અને થાકને દૂર કરે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.