હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. હવે તો નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ખોરાક અને જીવનશૈલીમાં અઢળક બદલાવને કારણે લોકો બહુ જલદી રોગનો ભોગ બની રહ્યા છે. પહેલા આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનો અને પુખ્ત વયના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. આ ખરાબ ખાવાની આદતો, ઓછી પ્રવૃત્તિ અને તણાવને કારણે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આયુર્વેદ હાર્ટ એટેકથી બચવા માટે શું કરવાનું કહે છે આવો જાણીએ.
આયુર્વેદમાં તો દરેક રોગનો ઇલાજ આપવામાં આવ્યો છે. લોકોમાં હાલ કોઇ બીમારી જોઇએ તો હાઇબીપી, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક. આ ત્રણ સૌથી વધારે જોવા મળે છે. ત્યારે કઇ વસ્તુ ખાવાથી આ રોગોમાં રાહત મેળવી શકાય તે વિશે જાણીએ.
લસણ
લસણમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે. આયુર્વેદ અનુસાર તે હૃદયને ઉત્તેજિત કરે છે, રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલના સંચયને ઘટાડે છે. તેમાં વિટામિન C અને B6, મેંગેનીઝ અને સેલેનિયમ હોય છે. તેમાં એલિસિન નામનું રસાયણ પણ હોય છે, જે એક પ્રકારનું એન્ટીઑકિસડન્ટ છે.
કેવી રીતે ખાવું-
હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તમારે 2-3 કળી કાચુ લસણ ખાવુ જોઇએ. દિવસમાં એકવાર ખાલી પેટ અથવા ભોજન પહેલાં ખાઓ. આવુ તમે 8-12 અઠવાડિયા સુધી ખાઈ શકો છો.
દાડમ
આયુર્વેદ અનુસાર દાડમ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું ફળ છે. આ ખાવાથી, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને એલડીએલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે જ્યારે એચડીએલનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે.
કેવી રીતે ખાવું- નાસ્તામાં દરરોજ 1 દાડમ ખાઓ. અથવા તમે તેને અઠવાડિયામાં 2-3 વખત ખાઈ શકો છો.
અર્જુનની છાલની ચા
આયુર્વેદની તમામ ઔષધિઓમાં તે શ્રેષ્ઠ કાર્ડિયો-ટોનિક છે. તેની ઠંડકની પ્રકૃતિ, અને પચવામાં સરળ ગુણધર્મો કફ અને પિત્ત દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે ત્વચાની સાથે પાચન માટે પણ સારું છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે.
કેવી રીતે બનાવશો- તેને બનાવવા માટે 100 મિલી પાણી અને 100 મિલી દૂધ લો, તેમાં 5 ગ્રામ અર્જુનની છાલનો પાઉડર નાખો અને તે અડધો થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તેને ગાળીને સૂવાના સમયે અથવા સવારે/સાંજે ખાવાના 1 કલાક પહેલા પીવો.
નિષ્ણાતો શું કહે છે
નિષ્ણાતોનું માનવું છે કે જો તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવો છો. તેની સાથે આ ત્રણ વસ્તુઓને તમારી દિનચર્યામાં દવાઓ તરીકે સામેલ કરો. આનાથી તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહેશે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનોનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.