30.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
30.4 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: એક દિવસમાં આટલી કેરીનું જ કરો સેવન, નહીતર સ્વાસ્થ્યને થશે નુકસાન

Health: એક દિવસમાં આટલી કેરીનું જ કરો સેવન, નહીતર સ્વાસ્થ્યને થશે નુકસાન


ઉનાળાની સીઝન ખાસ હોય છે કારણ કે તે સીઝનમાં કેરી મળે છે. ગરમીમાં રસથી ભરપૂર અને પાકેલી કેરી ખાવાની એક અલગ જ મજા છે. કેરીના ચાહકો લગભગ બધા જ હશે પણ શું તમને ખબર છે કે એક દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ. આ જાણવું જરૂરી છે કે એક દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ.

કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરીમાં રહેલી મિઠાશ અને તેના સ્વાદ સાથે સાથે તેમા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. જે કે કોઈ પણ આહાર લો છો તો તે પૂરતી માત્રામાં લો છો તો કેરીનું સેવન પણ યોગ્ય રીતે કરવું જોઈએ. તેમજ ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કેરી ખાવાના ફાયદા

  1. કેરીમાં ડાયટરી ફાઈબર હોય છે જે પાચનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે . કેરીમાં વિટામિન C ની માત્રા વદારે હોય છે, જે એક શક્તિસાળી એન્ટીઓક્સીડેન્ટ છે. કેરી તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને વધારે છે અને મજબૂત કરે છે. તેમજ કોઈ ઈન્ફેકશન થતા પણ બચાવે છે.
  2. કેરીમાં વિટામિન C, બીટા-કૈરોટીન અને એન્ટીઓક્સીડેન્ટની માત્રા ભરપૂર હોય છે. તે સ્કિન સાથે સ્વાસ્થ્યને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વિટામિન C કોલેજનને પણ વધારે છે. જેનાથી સ્કિન સારી રહે છે.
  3. કેરીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારો હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમજ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
  4. કેરીમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખો માટે ફાયદાકારક છે અને આંખોને સાફ રાખવામાં મદદ કરે છે. કેરીમાં ફાઈટોકેમિકલ્સમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. જે કેન્સર સામે લડવા માટે મદદરૂપ હોય છે.
  5. કેરીમાં આયરનનો સ્ત્રોત સારો હોય છે જે હીમોગ્લોબિનના લેવલને વધારવામાં મદદ કરે છે અને એનિમિયા સામે રક્ષણ આપે છે.

કેરી કોણે ના ખાવી

  1. કેરી શરીરની ગરમીને વધારે છે અને તેનાથી એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. આનું વધારે સેવન ના કરવું જો તમને પહેલેથી એસિડિટીની સમસ્યા હોય તો.
  2. સ્કિન પર ખીલ અને ફોડલીઓ થાય છે. જે લોકોને સ્કિન એલર્જી હોય તેને કેરીનું વધારે પડતું સેવન ના કરવું જોઈએ. કારણ કે કેરીની તાસીર ગરમ હોય છે. જેનાથી સમસ્યા થઈ શકે છે.
  3. જો તમારું પાચન નબળું છે તો તમારે કેરીનું વધારે સેવન ના કરવું જોઈએ. કેરી વધારે ખાવાથી પેટમાં ભાર રહે છે.
  4. સરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કાચી કેરીનું સેવન ના કરવું તેનાથી કફની સમસ્યા વધી શકે છે.
  5.  કેરીને 30 મિનિટ સુધી પલાળીને રાખવી જોઈએ. તેનાથી કેરીમાં રહેલા ઝેરી તત્વોનો નાશ થાય છે. અને દિવસમાં કેરી એક જ ખાવી જોઈએ.
  6. દૂધ અને દહી સાથે કેરી ના ખાઓ. તેનાથી અપચો થઈ શકે છે. તેમજ જો તમને કેરી વધારે ભાવતી હોય તો દિવસમાં બે વાર ખાવી એનાથી વધારે કેરીનું સેવન ના કરવો જોઈએ.

Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય