ઈઝરાયલના વિનાશકારી હુમલામાં હિઝબુલ્લા ચીફ નસરુલ્લાહનું મોત થઈ ચુકયું છે. નસરુલ્લાની હત્યા પછી પહેલીવાર વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂનું પ્રથમવાર નિવેદન સામે આવ્યું છે. હવે નેતન્યાહૂએ ઈરાનના સુપ્રીમ લીડરને પણ ચેતવણી આપી દીધી છે. નેતન્યાહૂએ જણાવ્યું કે, જે લોકો ઈઝરાયલને ટાર્ગેટ બનાવશે તેને તેનું પરિણામ ભોગવવું પડશે.
ઈઝરાયલના હાથ બધે પહોંચી શકે છે : બેંઝામિન નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ લેબેનોનમાં આવેલા આતંકવાદી જૂથ હિઝબુલ્લાના નેતા નસરુલ્લાની બેરુતમાં એર સ્ટ્રાઈકમાં મોત પછી પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું છે. તેમને જણાવ્યું કે, ઈરાન અથવા મધ્ય પૂર્વમાં એવું કોઈ સ્થળ નથી જ્યાં ઈઝરાયલના લાંબા હાથ ન પહોંચે. અને જો તમે પહેલાથી જાણતા હતા તો આ કેટલું સત્ય છે.
ઈઝરાયલે હિસાબ પતાવ્યો
ગઈકાલે શનિવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ઈઝરાયેલના સંરક્ષણ દળના હેડ કવાર્ટરમાં બોલતા, નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાના નેતાની હત્યાથી અસંખ્ય ઈઝરાયેલીઓની હત્યા માટે જવાબદાર લોકો સાથે સમાધાન થયું છે અને સેંકડો લોકો સહિત અન્ય દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલના વડાપ્રધાને નસરુલ્લાહની હત્યાને તેના નક્કી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી શરત ગણાવી હતી. ઈઝરાયલના વડાપ્રધાન દેશના ઉત્તરમાં સીમાપારથી ગોળીબારથી બેઘર થયેલા હજારો ઈઝરાયેલીઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
દક્ષિણી લેબેનોનમાં 300 કરતાં વધુ એર સ્ટ્રાઈક
ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં બેરુતથી લઈ દક્ષિણી લેબેનોનમાં 300થી વધુ એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલની એર ફોર્સે આ દરમિયાન 400થી વધુ ટાર્ગેટનો કચ્ચરઘાણ વાળી દીધો છે. એવી ઈમારતોને નાશ કરી દીધી જેમાં હિઝબુલ્લાના ઠેકામા હતા. હિઝબુલ્લાની હથિયારના ગોડાઉનનો વિનાશ કર્યો હતો. હિઝબુલ્લાના રોકેટ અને મિસાઈલ લોંચ સાઈટ કાટમાળમાં ફેરવી દીધી હતી.