ગુજરાતમાં વ્યાજખોરોની ખેર નહીં, હર્ષ સંઘવીએ ચલાવી ખાસ મુહિમ

0

[ad_1]

  • એક સપ્તાહ સુધી સ્પેશિયલ મુહિમ ચાલશે:સંઘવી
  • આવતીકાલથી પોલીસ પ્રજાની વચ્ચે જશે
  • લોક દરબાર યોજી જાહેરમાં ફરિયાદ લેવાશે:સંઘવી

એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચાલશે. જેમાં ગુજરાત પોલીસની બેઠકમાં સૂચન કરાયું છે. તેમજ વ્યાજ ખોર વિરુદ્ધ પોલીસ જાતે જઈ નાગરિકોની ફરિયાદ લઈ મદદ કરે છે. ગુજરાત પોલીસની ખાસ મુહિમ આવતીકાલથી શરૂ થવા જઇ રહી છે. જેમાં પોલીસ પ્રજા વચ્ચે જશે. તથા લોકદરબારમાં જાહેરમાં ફરિયાદ લેવામાં આવશે. ઉચ્ચ અધિકારીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના અપાઇ છે.

સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
તાજેતરમાં સુરતમાં વ્યાજખોરોના આતંક સામે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસના ઝોન ફોરમાં આવતા પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં એક સાથે 14 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી 12 જેટલા રૂપિયાના ધિરાણના નામે ઊંચુ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરોની ધરપકડ કરી હતી. આ તમામ વ્યાજખોરો દ્વારા જુદા જુદા વ્યક્તિઓ પાસેથી તેમની મજબૂરી નો લાભ લઈ 19 લાખ જેટલા રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું હતું તેની સામે 37 લાખથી વધુનું વ્યાજ વસૂલ કરાયું છે.

વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનું અભિયાન
સુરતમાં ઊંચા દરે વ્યાજના નામે લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ એક્શન મોડ પર આવી છે. સુરત પોલીસ દ્વારા ડ્રગ્સની જેમ વ્યાજખોરો સામે પણ મુહિમ ઉપાડી છે. જે અંતર્ગત પોલીસ વ્યાજખોરોના આતંક વિરુધ સામૂહિક કેસ કરી રહી છે. અગાઉ ઝોન 5ના પોલીસ મથકમાં પોલીસે એક સાથે અનેક વ્યાજખોરો સામે કેસ કર્યા હતા અને અનેકની ધરપકડ કરી હતી. ત્યારે હવે સુરત પોલીસ ઝોન 4માં આવેલ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં કુલ 14 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.


[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *