રસ્તામાં લટકતા દોરાઓ દુર કરવા હર્ષ સંઘવીની લોકોને અપીલ

0

[ad_1]

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વે ગૌમાતાનું પૂજન કર્યું
  • પીપલોદ ખાતે ગોવર્ધન હવેલીમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી
  • ચાઈનીઝ દોરીથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા : સંઘવી

આજરોજ ઉત્તરાયણ પર્વની સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત શહેરમાં પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. આ પર્વે હર્ષ સંઘવીએ ગૌમાતાનું પૂજન પણ કર્યું હતું અને તેમને ઘાસચારો પણ ખવડાવ્યો હતો.

હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. અ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીના લીધે રાજ્યમાં અનેક લોકોના મોત થયા છે. આથી તેમણે લોકોને ચાઇનીઝ દોરીથી પતંગ ન ચગાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેમણે રસ્તામાં લટકતા દોરાઓને દુર કરવા માટે લોકોને અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે વેજલપુરના વેનસ પાર્કલેન્ડ ખાતે વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો. જે બાદ બપોરે તેઓએ વંદે માતરમ, ગોતા વિસ્તારમાં ઘાટલોડીયા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *