ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે “બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે.હર્ષ સંઘવીએ સુરતમાં આ નિવેદન આપ્યું હતુ અને પુરુષો માવાના વ્યસનથી દૂર થાય તેને લઈ મહિલાઓને સલાહ આપી હતી.ત્યારે આ નિવેદન પર મહિલાઓ પણ ખુશ થઈ હતી.
મહિલાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ
પુરુષોમાં માવા એટલે કે મસાલા ખાવાનું વ્યસન વધુ હોય છે ત્યારે આ વ્યસનથી કંઈ રીતે મુકિત મળે તેને લઈ હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી મહિલાઓને સલાહ આપી હતી અને કહ્યું કે,પુરુષો માવા ખાઈને જાહેરમાં પિચકારી મારે અને સોસાયટી ગંદી કે તો હાથમાં ધોકા લો જેથી પિચકારી મારતા બંધ થઇ જશે સાથે સાથે પુરુષો મોડે સુધી બેસી સોસાયટીમાં પિચકારી મારતા હોય છે.પિચકારી બંધ થશે તો પુરુષો વહેલા ઘરે આવતા થશે અને બહેનોએ આ કામ હાથમાં લેવું પડશે તેવી વાત સંઘવીએ કહી હતી સાથે સાથે વધુમાં સંઘવીએ કહ્યું કે,માવાની પિચકારીની ગંદકીને કારણે બિમારી પણ ફેલાય છે.
બાળકોમાં મોબાઇલના લતને લઇ ગૃહરાજયમંત્રીનું નિવેદન
બાળકોમાં મોબાઈલના વધતા દૂષણને લઈ હર્ષ સંઘીએ કહ્યું કે,મોબાઇલની લતની સમસ્યા દરેક ઘરમાં હશે અને નાનું બાળક પણ મોબાઈલ લઈને બેસવાની આદત ધરાવે છે.તમે પણ પૌત્ર-પૌત્રીને કહેતા હશો આખો દિવસ મોબાઇલમાં શું છે પણ તમારે પણ બદલવાની જરૂર છે,આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલમાં જ રાખવા છે ? બાળકોને બિલ્ડિંગની નીચે રમતના મેદાનમાં લઈ જશો તો તેમનામાં પણ બદલાવ આવશે સાથે સાથે,રમતના મેદાનમાં લઈ જવાથી મોબાઈલની લત છૂટી જશે.