હાર્દિક પંડયાએ લખનઉના સ્ટેડિયમની પિચ પર પ્રશ્ન ઉઠાવ્યા

0

[ad_1]

  • સુનિશ્ચિત કરવું જોઈએ કે પિચ પહેલેથી જ તૈયાર હોય: હાર્દિક પંડયા
  • બોલરો તેમની યોજના પર અડગ રહ્યા: ભારતીય કેપ્ટન
  • ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે

લખનઉમાં રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને છ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 1 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી T20 મેચમાં જીત બાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉના ઇકાના સ્ટેડિયમની પિચ પર સવાલો ઉઠાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે જે ગ્રાઉન્ડમાં અમારે મેચ રમવાની છે ત્યાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પિચ પહેલેથી જ તૈયાર હોય. લખનઉની પિચ પર બેટ્સમેનોને રમવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી અને ભારતીય ટીમ 20મી ઓવરમાં 100 રનના લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી હતી. આ સમગ્ર T20 મેચમાં એક પણ સિક્સર ફટકારી ન હતી.

હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘હું હંમેશા માનતો હતો કે અમે રમત પૂરી કરવામાં સક્ષમ હોઇશું, પરંતુ તેમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ તમામ મેચોમાં એક-એક ક્ષણ મહત્વપૂર્ણ છે. તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ દબાણ લેવાને બદલે સ્ટ્રાઈક રોટેટ કરવા અંગે હતું. અમે બરાબર એ જ કર્યું. અમે અમારી મૂળભૂત બાબતોને અનુસરી. સાચું કહું તો આ એક વિકેટ ચોંકાવનારી હતી. મને કઠિન વિકેટોથી કોઈ વાંધો નથી, હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું, પરંતુ આ બંને વિકેટ ટી-20 માટે બનાવવામાં આવી નથી.

હાર્દિક પંડ્યાએ સલાહ આપી

હાર્દિકે કહ્યું, ‘ક્યાંકને કયાંક ક્યુરેટર અથવા ગ્રાઉન્ડ જ્યાં અમે રમવા જઈ રહ્યા છીએ, તેમણે ખાતરી કરવી જોઈએ કે તેઓ પિચ અગાઉથી તૈયાર કરે. તે સિવાય હું ખુશ છું. 120 પણ જીતનો સ્કોર હોત. બોલરો તેમની યોજના પર અડગ રહ્યા અને ખાતરી કરી કે તેઓ સ્ટ્રાઈક ફેરવે નહીં. અમે સ્પિનરોને ફેરવતા રહ્યા. ધુમ્મસમાં તેમાં બહુ ભૂમિકા ભજવી ન હતી. તે અમારા કરતા વધુ બોલ સ્પિન કરવામાં સક્ષમ હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં આઠ વિકેટે 99 રન બનાવ્યા હતા. કિવી કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 19 રનની સૌથી વધુ ઇનિંગ રમી હતી. જ્યારે માઈકલ બ્રેસવેલ અને માર્ક ચેપમેને 14-14 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. જવાબમાં ભારતે એક બોલ બાકી રહેતા ચાર વિકેટે 101 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવે 31 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. સૂર્યાએ જ બ્લેર ટિકનરની બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *