દહેજમાં ૨૨ લાખની માંગણી કરી પરિણીતા પર ત્રાસ

0

[ad_1]

પતિ – પત્નીને એકસાથે ઊંઘવા પણ દેતા નહતા

Updated: Jan 24th, 2023

વડોદરા,બાવીસ લાખના દહેજની માંગણી કરીને પરિણીતા પર  ત્રાસ ગુજારતા પતિ,સાસુ, સસરા અને નણંદો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતા  પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન રોહિત કમલેશભાઇ શંકરભાઇ (રહે.શ્રીરામ પાર્ક સોસાયટી,સહયોગ પાસે,ગોરવા) સાથે તા.૨૯-૦૫-૨૦૧૦ ના રોજ થયા હતા.લગ્ન પછી પતિ કમલેશ,સસરા શંકરભાઇ, સાસુ મંજુલાબેન તથા નણંદ નયનાબેન, ધારબેન સાથે રહેવા આવી હતી.સપ્ટેમ્બર – ૨૦૧૩ માં પુત્રીનો જન્મ થયો હતો.પાંચ વર્ષ સુધી લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું.ત્યારબાદ મારી પાસે ૧૦ લાખ અને બાઇકની માંગણી કરીને ત્રાસ  ગુજારવાનું શરૃ થયું હતું.પરંતુ,ઘર સંસાર તૂટે નહી એટલે હું મૂંગા મોંઢે ત્રાસ સહન કરતી હતી.મારી દીકરી ઘરમાં સામાન વેરણ છેરણ કરે તો મારા સાસુ તેની પાસે ઉઠક – બેઠક કરાવતા હતા.હું મારા સાસુને આ બાબતે કહું તો તેઓ મારી સાથે ઝઘડો કરતા હતા.અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.મારા સાસરિયાઓ મને પતિ સાથે ઊંઘવા પણ દેતા નહતા.હું માનસિક રીતે ભાંગી જતા  પિયરમાં જતી રહી હતી.મેં ભરણ પોષણનો કેસ કર્યો હતો.મારા પતિ છેલ્લા ત્રણ વર્ષથી ભરણ પોષણ પણ આપતા નથી.ત્યારબાદ સમાધાન કરીને મને ઘરે લઇ ગયા હતા.પરંતુ,મને પતિ સાથે ઊંઘવા  પણ દેતા નહતા.અને દહેજ પેટે બાવીસ લાખની માંગણી કરતા હતા.મારા સાસુ,સસરા એવું કહેતા હતા કે,તમારે બંનેએ અલગ મકાન રાખીને રહેવું પડશે.ત્યારબાદ હું પિયરમાં જતી રહી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *