હાથ પર 'પતિ મુઝે પરેશાન કરતા હૈ’લખી મહિલાએ જીવન ટૂંકાવ્યું

0

[ad_1]

  • પરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતાં શોક
  • બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
  • મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે: પોલીસ

હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખી પરવત ગામની મહિલાએ મંગળવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાએ ભરેલા અણધાર્યા પગલાને લીધે તેણીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

મૂળ ઝારખંડની વતની સીતા પ્રવીન ગોસ્વામી (ઉં.વ.27) પતિ અને બે સંતાનો સહિતના પરિવાર સાથે પરવત ગામ સ્થિત સીતાનગરમાં રહેતી હતી. દરમિયાન મંગળવારે સાંજે સીતા ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવી હતી. સીતાને હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારના સભ્યોએ 108-ને જાણ કરી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા સીતાનું મોત થઈ ચૂક્યું હતું. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

બનાવની તપાસકર્તા પીએસઆઈ એચ. આર. મારૂએ જણાવ્યું હતું કે, સીતાએ આપઘાત કરતા પહેલા હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખ્યું હતું. જેથી પતિ સીતાને ત્રાસ આપતો હોય તેને લીધે કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ રહ્યું છે. મૃતકના સીતાના પરિવારજનો ફરિયાદ આપશે તો પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *