GUJCET માટેની તારીખ જાહેર તા.૩ એપ્રિલે પરીક્ષા લેવાશે

0


NCERTના પાઠયપુસ્તકો આધારે પ્રશ્નપત્રો તૈયાર થશે, તમામ જિલ્લા કેન્દ્રો પર સવારે ૧૦ થી સાંજે ૪ દરમિયાન પરીક્ષા યોજાશે

Updated: Jan 23rd, 2023


વડોદરા : ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

તે મુજબ ગૃપ-એ, ગૃપ-બી, અને ગૃપ- એ.બી.ના વિદ્યાર્થીઓ માટે તા.૩ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ દરમિયાન પરીક્ષા લેવાશે આ પરીક્ષા તમામ જિલ્લા કક્ષાએ યોજાશે.પરીક્ષાના અભ્યાસક્રમ માટે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાન (ફિઝિક્સ), રસાયણ વિજ્ઞાાન (કેમેસ્ટ્રી), જીવ વિજ્ઞાાન (બાયોલોજી) અને ગણીત (મેથ્સ)ના એનસીઇઆરટીના પાઠયપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે.

બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નો પત્રમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું એક જ પેપર (ઓએમઆર આન્સર શીટ)હશે બન્નેના મળીને ૮૦ પ્રશ્નોના ૮૦ ગુણ હશે તથા બે કલાક (૧૨૦ મિનીટ)નો સમય આપવામાં આવશે. તો બાયોલોજીનું પેપર ૪૦ પ્રશ્નો સાથે ૪૦ માર્કનું અને મેથ્સનું પેપર પણ ૪૦ પ્રશ્નો સાથે ૪૦ ગુણનું હશે બન્ને પેપરો અલગ અલગ હશે અને બન્ને માટે એક એક કલાકનો સમય અપાશે.પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણ માધ્યમોમાં આપી શકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *