રાજ્યમાં ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલના રોજ યોજાશે

0

[ad_1]

  • સવારના 10થી બપોરના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે
  • ઓએમઆર આન્સરશીટ પણ 80 પ્રત્યુત્તર માટેની જ રહેશે
  • પેપર 40-40 ગુણના અને પ્રત્યેક પેપર લખવા માટે 60 મિનિટનો સમય અપાશે

રાજ્યમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરુરી એવી ગુજકેટની પરીક્ષા આગામી તા.3 એપ્રિલના રોજ યોજાશે. સવારના 10 થી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાવાની જાહેરાત બોર્ડે કરી છે. શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે, એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના હોવાની સાથે 80 ગુણના પ્રશ્ન પત્રના ઉત્તર લખવા માટે 120 મિનિટનો સમય અપાશે. જેની ઓએમઆર આન્સરશીટ પણ 80 પ્રત્યુત્તર માટેની જ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્ન પત્રો અલગ અલગ રહેવાના હોવાથી તેની ઓએમઆર માર્કશીટ પણ અલગ અપાશે. એટલે કે બંને પેપર 40-40 ગુણના અને પ્રત્યેક પેપર લખવા માટે 60 મિનિટનો સમય અપાશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે. 2019 થી બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી શાળાઓમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયોમાં NCERTના પાઠય પુસ્તકનો અમલ કરાયો છે. એટલે NCERT આધારિત ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલો પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટની પરીક્ષા માટે રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *