G20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઈવેન્ટ B20 ઇન્સેપ્શન બેઠક યોજાઈ

0

[ad_1]

  • કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને સોમ પ્રકાશે હાજરી આપી
  • ગુજરાતમાં G20ની કુલ 15 જેટલી ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે
  • વિશેષ બેઠકમાં ગુજરાત પર એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 પ્રેસિડેન્સી સત્તાવાર રીતે તા.1 ડિસેમ્બર, 2022થી શરૂ થઈ છે. ગુજરાત પણ શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન કરીને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતમાં યોજાનારી 15 ઈવેન્ટ્સની યાદીમાં પ્રથમ બિઝનેસ 20 (B20) ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી. B20 ઇન્સેપ્શન મીટિંગના ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન, બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પિયુષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ભારતના વિકાસ માટે ચાર “I” મહત્વપૂર્ણ છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટિગ્રિટી, ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલુકનો સમાવેશ થાય છે. આ સિવાય અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતે તેની કેટલીક મહત્વની સમસ્યાઓના ઉકેલ માટે 4 અભિગમો અપનાવ્યા છે, જેમાં આર્થિક વ્યવસ્થાપન, ડિજિટલ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં નિયમન અને નવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રાજ્યમંત્રી સોમ પ્રકાશે ભારતીય ઉદ્યોગોની પ્રાથમિકતાઓ વિશે વાત કરી હતી. તેમણે ગ્રીન ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ ફાઇનાન્સ, સમાવેશી અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા વિશે વાત કરી હતી.

સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રો અને વૈશ્વિક પ્રાસંગિકતાના વિષયો પર સત્રો યોજાયા હતા. 

સત્ર-1: ક્લાઇમેટ ચેન્જ: હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે ક્લીન ઝીરો એનર્જી તરફ ગતિ

સત્ર-2: સમાવેશી અસરને સંચાલિત કરવા માટે ઇનોવેશન પર પુનર્વિચાર અને પુનરોદ્ધાર

સત્ર-3: વૈશ્વિક ડિજિટલ સહકારને પુનઃવ્યાખ્યાયિત કરવો: કૉલ ફોર એક્શન

સત્ર-4: સ્થિતિસ્થાપક ગ્લોબલ વેલ્યુ ચેઇન્સનું નિર્માણ કરવું: તમામના સમાવેશ અને એકીકરણને આગળ વધારવું

સત્ર-5: નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવું અને સોસાયટીઓનું સશક્તિકરણ

આ સિવાય ‘G20 કનેક્ટ ટુ ગુજરાત’ પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ પરિવર્તનાત્મક પહેલોની ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ ગુજરાત પર એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયર્ન બેટરી ગુજરાત પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હિસાનોરી તાકાશીબાએ ‘ગુજરાત: એક્સિલરેટીંગ ઈન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ પર વક્તવ્ય આપ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *