27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતભાદરવામાં પણ ભરપૂર વરસ્યો વરસાદ: સુરતની મીંઢોળી નદીમાં ઘોડાપૂર, ઉકાઈ ડેમનું જળસ્તર...

ભાદરવામાં પણ ભરપૂર વરસ્યો વરસાદ: સુરતની મીંઢોળી નદીમાં ઘોડાપૂર, ઉકાઈ ડેમનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું | gujarat surat heavy rain ukai dam water level cross danger level



Gujarat Rain Update : ગુજરાતમાં વિદાય લેતા પહેલાં મેઘરાજાએ પોતાનો છેલ્લો રાઉન્ડ શરુ કરી દીધો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતભરમાં આ વર્ષે સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે ફરી મેઘાએ ધડબડાટી બોલાવતાં ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. આ સિવાય અમરેલીના સૂરવો ડેમના દરવાજા ખોલતાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઘણાં પશુઓ તણાઈ ગયા હતા.

સુરતમાં પૂરની સ્થિતિ

સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદના કારણે મીંઢોળી નદીમાં પાંચમી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પૂરના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા હતા. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડેમની સપાટી 344 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટીથી ફક્ત એક ફૂટ જ ઓછી છે. પાણીની આવકમાં વધારો થતાં તાપી નદીમાંથી પણ 78 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ પૂર બાદ તંત્ર જાગ્યું : બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરુ

અમરેલીના સૂરવો ડેમના દરવાજા ખોલાયા

અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે વડીયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમના ત્રણ દરવાજાને એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવાની સાથે જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં

નવસારીમાં લોકોને કરાયા સાવચેત

સુરત અને અમરેલી સિવાય નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. બે કલાકની અંદર જ જળસપાટી છ ફૂટ વધીને હાલ 16 ફૂટને પાર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. 





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય