24.9 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
24.9 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદGujarat Rain: નવરાત્રિમાં જાણો કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી

Gujarat Rain: નવરાત્રિમાં જાણો કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી


રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગીરસોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા સાથે સુરત, વલસાડ, નવસારીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી

ડાંગ, તાપી સહિત છૂટાછવાયા વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમજ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે

આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચોથી ઑક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઑક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય