Mahakumbh 2025 : આ વર્ષ એટલે કે 2025નો મહાકુંભ અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ – સંરેખિત થશે, આ સંયોગ દર 144 વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ટ ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ 2025માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે. ત્યારે બુધવારે મહાકુંભમાં ભાગદોડ મચતાં 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે.