રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે. પવનની ગતિ વધતા ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન સેવાઇ રહ્યુ છે. રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતા છે. તો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો થયો છે. કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક. 10થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ બની છે આ સિવાય દેશ વિદેશના મહત્ત્વના સમાચાર મેળવવા રહો અમારી સાથે.
અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.