ગુજરાત: બીજેપીએ કારોબારી બેઠક કરી લોકસભા ચૂંટણીમાં જીતની તૈયારી શરૂ કરી

0

[ad_1]

  • આપ વોટ આપ તોડશે તેનો સીધો ફાયદો ભાજપને
  • વિધાનસભાના પરિણામથી ઓવર કોન્ફિડન્સમા રહેવું નહી
  • કેટલીક સીટ પર કોંગ્રેસ-આપના મત ભેગા થાય તો ભાજપ હારી જાય

બીજેપીએ કારોબારી બેઠક કરી આગામી લોકસભા ચૂંટણીની કામગીરી માટે શરૂઆત કરી દીધી છે. બીજેપીએ ફરી એક વખત તમામ સીટ પર જીતની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો  છે પરંતુ આ વાત કેટલી શક્ય બનશે એ સવાલ ઉઠી રહ્યો છે. તો સાથે જ લીડ વધશે કે ઘટશે એ સવાલ પણ ભાજપમાં જ ચર્ચાઈ રહ્યો છે. રાજકીય સમીકરણો કયા પ્રકારના રહેશે આવો સમજીએ.

વોટ તોડશે તેનો સીધો ફાયદો ભાજપને થશે
બીજેપીએ કારોબારી બેઠક યોજી હતી. જેમાં મુખ્ય એજન્ડા 2024 લોકસભા ચૂંટણી હતો. જેમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું કે ફરી એક વખત 26ની હેટ્રિક થવી જોઈએ સાથે જ વિપક્ષની ડિપોઝીટ પણ જપ્ત થવી જોઈએ તેવું આહવાન કરવામાં આવ્યું છે. આમ તો વિધાનસભા પરિણામ જોઈએ તો તે મુજબ 3 લોકસભા વિસ્તાર જેટલો બીજેપીના કંટ્રોલ બહાર છે. કારણ કે બીજેપીએ 23 સીટ ગુમાવી છે. એવામાં હવે બીજેપીને આ વિસ્તારમાં વધારે મહેનતની જરૂર પડશે. જો ગત વિધાનસભા ચૂંટણી જેવા જ રાજકીય સમીકરણો રહે તો વધુ એક વખત ભાજપને ફાયદો થવાનો એ નક્કી છે કારણ કે આમ આદમી પાર્ટી હાલની સ્થિતિ મુજબ એકપણ લોકસભા સીટ જીતી શકે તેવી સ્થિતિ દેખાતી નથી. જેથી તે જે વોટ તોડશે તેનો સીધો ફાયદો ભાજપને થશે અને તમામ સીટ આસાનીથી જીતી શકાશે.

વિધાનસભાના પરિણામથી ઓવર કોન્ફિડન્સમાં ના રહે

તો બીજી એક પરિસ્થિતિ એવી પણ છે કે હાલમાં બીજેપી સામે એવો કોઈ ભારે વિરોધ નથી કે જેના કારણે આખી લોકસભા વિસ્તારમાં અસર થાય. તો એક સ્થિતિ એવી પણ છે કે હાલમાં વિપક્ષ નહિવત સ્થિતિમાં છે જેથી રાજકીય નુકશાન ભાજપને દેખાતું નથી. પરંતુ એક સ્થિતિભાજપ માટે ચિંતાજનક ચોક્કસ છે કે રાજ્યમાં 23 સીટ બીજેપીએ હારી છે. સાથે જ ઘણી સીટ એવી છે જેમાં કોંગ્રેસ અને આપના મત ભેગા થાય તો ભાજપ હારી જાય તો ઘણી સીટ એવી છે જેમાં ભાજપની લીડ ખુબ ઓછી છે. એટલે કે એ વિધાનસભામાં ભાજપને નુકશાન લોકસભા ચૂંટણી દરમિયાન થઇ શકે છે. જેના કારણે ભાજપમાં ચિંતા છે કે જો તમામ સીટ જીતવી હોય તો એ તમામ સીટમાં મહેનત કરવી પડે. અને તેના માટે બીજેપી અત્યારથી જ કાર્યક્રમ યોજવાની શરૂઆત કરશે. સાથે જ બીજેપી બુથ અને પેજ સમિતિ મજબૂત કરશે જેથી તેનો ફાયદો આગામી લોકસભા ચૂંટણીમાં થઇ શકે તો આ મામલે વરિષ્ઠ પત્રકાર માની રહ્યા છે કે બીજેપી જેમ એક્ટિવ છે એમ રહે. ગત વિધાનસભાના પરિણામથી ઓવર કોન્ફિડન્સમાં ના રહે. જમીની સ્તર પર સતત કાર્યરત રહે તો તેનો લક્ષ હાંસલ કરી શકે છે. બીજી તરફ બીજેપી સામે પડકાર ઝીલી શકે તેવું કોઈ ગુજરાતમાં તો નથી જ.

આદમી પાર્ટી જમીની સ્તર પર વધુ મજબૂત થાય તો ભાજપને નુકશાન
બીજેપીના નેતાઓ પણ આંતરિક રીતે સ્વીકારી રહ્યા છે કે બીજેપીને ઐતિહાસિક જીત મળી અને લીડ પણ ઘણી સીટમાં વધી છે. તેની પાછળ પેજ સમિતિ કે બુથ સમિતિ નહિ પરંતુ આમ આદમી પાર્ટી છે. અને તેના કારણે કોંગ્રેસને નુકશાન થયું અને બીજેપીને આસાન જીત મળી છે. ત્યારે હવે એજ રાજકીય સ્થિતિ લોકસભામાં પણ રહેવી જોઈએ. જો લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જમીની સ્તર પર વધુ મજબૂત થાય તો ભાજપને નુકશાન કરી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *