Why growing population of pigeons is a problem : ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જેને રૂડાં-રૂપાળાં પક્ષીઓ ન ગમતા હોય. આંગણે આવીને ચણતા, મસ્તી કરતાં પંખીઓને જોઈને પ્રકૃતિપ્રેમી માણસ બે ઘડી માટે પોતાની તમામ તકલીફો ભૂલી જતો હોય છે. સાહિત્ય અને સંગીતમાં પણ પંખીડા ખૂબ પોંખાયા છે. પણ જો કોઈ એવું કહે કે રાંક લાગતા આ અબોલ જીવ માનવજાત માટે ખતરો બની શકે એમ છે, તો તમે માનો ખરા? માનવું અઘરું છે, પણ હકીકત છે. તાજેતરના વર્ષોમાં બધાં નહીં તોય એક પક્ષી એવું છે જેના વસ્તીવિસ્ફોટે દુનિયાભરમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. ચાલો જાણીએ કે શું છે મામલો.