રાજકોટમાં લસણની મબલક આવક – Gross revenue of garlic in Rajkot – News18 Gujarati

0

[ad_1]

રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર 1,000થી વધુ વાહનોની લાંબી કતાર લાગી છે. આ લાંબી કતારો લાગવાનું મુખ્ય કારણ છે સૌરાષ્ટ્ર ભરમાં લસણ થયેલું ઉત્પાદન. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આશરે એક લાખ ગુણી જેટલું લસણની આવક થવા જઈ રહી છે. આ લસણ લઈને આવતા ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શનિવારે રાત્રિના સમયથી જ પહોંચવા લાગ્યા હતા. જેથી માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર સર્જાવવા લાગી જે રવિવારે સવાર સુધીમાં તો યાર્ડની બંને તરફ પાંચ પાંચ કિલોમીટરની લાંબી લાઈનો લાગી ગઈ આશરે 1200 થી 1300 જેટલા લસણ ભરેલા વાહનો હાઇવે ઉપર ઉભા રહી ગયા હતા.

માર્કેટિંગ યાર્ડ બહાર આ લાંબી કતારો લાગી

જોકે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક શરૂ કરાય તે પહેલા જ ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા જેથી કરીને માર્કેટિંગ યાર્ડ બહાર આ લાંબી કતારો સર્જાઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડથી રાજકોટ તરફના નેશનલ હાઈવે પર આવેલા આશાપુરા ચોકડીથી પણ વધુ આગળ લાંબી લાઈન સર્જાઇ હતી. તો માર્કેટિંગ યાર્ડથી જેતપુર તરફના નેશનલ હાઈવે પર જેતપુર રોડ તરફથી આવતી ચોકડી સુધી લાઈનો પહોંચી હતી. આ કડકડતી ઠંડીમાં પણ સારા ભાવની આશા સાથે ખેડૂતો રાત ભર જાગીને પણ લાઈનમાં ઊભા રહ્યા હતા.આ પણ વાંચો: સુરતમાં સરથાણા વિસ્તારમાંથી પિસ્ટલ સાથે આરોપીની ધરપકડ, SOG પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણ વેચવા પહોંચ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકો જેતપુર તાલુકો જામકંડોરણા તાલુકો ગોંડલ તાલુકા સહિતના આસપાસના તાલુકાના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણ વેચવા પહોંચતા હોય છે. રાજકોટ જિલ્લા ઉપરાંત પોરબંદર જિલ્લાના કેટલા ગામો જૂનાગઢ જિલ્લાના કેટલા ગામોના ખેડૂતો ગોંડલ વેચવા આવતા હોય છે. બીજી તરફ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ભરના વેપારીઓ લસણ ખરીદવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે.


આ પણ વાંચો: નિવૃત પોલીસ અધિકારીના પુત્ર એવા કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ભારે આવક

રાજકોટમાં મોટા પ્રમાણમાં બહારથી લસણની ભારે આવક થતી હોય છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં અત્યારે 1,000થી વધુ વાહનોની લાંબી કતારો લાગી છે. આ તમામ વાહનો સૌરાષ્ટ્રમાં મખબલ ઉત્પાદન થયું છે, જેથી તે લસણને માર્કેટ યાર્ડ સુધી પહોચાડવા માટે આવ્યા છે. અત્યારે ખેડૂતોને લસણના ભાવ પણ મળી રહી છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: GARLIC, Rajkot News, ગુજરાત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *