રાજકોટ સર્કલમાં રિવાઇઝડ ટાર્ગેટ : 3 કિલોવોટની પેનલમાં સબસીડી : સોલાર રૂફટોપ દ્વારા સૌથી વધુ ગ્રીન એનર્જી મેળવવામાં લક્ષ્મીનગર સબ ડિવિઝન પ્રથમ સ્થાને; મવડી સબ ડિવિઝનને સૌથી વધુ 9,000 પેનલનો લક્ષ્યાંક
રાજકોટ, : સુર્યદેવ થકી ગ્રીન એનર્જી મેળવવામાં સોલાર રૂફ ટોપની યોજના હેઠળ રજાકોટ શહેરનાં જુદા-જુદા સબ ડિવિઝનને 1,16,400 પેનલ લગાડવાનો રીવાઇઝડ લક્ષ્યાંક ફાળવવામાં આવતા માર્ચ-2025પહેલાં ટારગેટ પૂરો કરવાનો હોવાથી શહેરના જુદા-જુદા ડિવિઝનો દ્વારા સોલાર રૂફ ટોપની સબસીડાઇઝ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઇ શકે તે માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં સોલાર રૂફ ટોપની યોજના હેઠળ 6,38,000 પેનલ લગાડવાનો લક્ષ્યાંક નક્કી થયા બાદ અગાઉ ડીસે. 2024 દરમિયાન રાજકોટ સર્કલને 91400 પેનલ લગાડવાનો જે લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો. તેમાં વધારો કરીને હવે 116400 પેનલનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો.