– 1-1-25 ની સ્થિતિએ વિષયવાર યાદી જાહેર કરાશે
– નિયામક શાળાઓની કચેરી દ્વારા ઓફલાનથી 24 જાન્યુઆરી સુધીમાં કેમ્પ યોજવા સૂચના
ભાવનગર : નિયામક શાળાઓની કચેરી દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ પર જિલ્લા આંતરિક ફેરબદલી માટેનો પરિપત્ર નિયમો સાથે જારી કરાયો છે અને ૨૪ જાન્યુ. સુધીમાં ઓફલાઇન કેમ્પ કરવા પણ સુચના આપી છે. ભાવનગર જિલ્લામાં ૯૨ શાળામાંથી કુલ ૨૮૪ સીટો પર આ બદલી કેમ્પ યોજાશે.