સરકારે ક્રૂડ ઓઇલ, ડીઝલ અને ATFની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો

0

[ad_1]

  • ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ 1,700 રૂ.પ્રતિ ટનથી વધારીને 2,100 રૂ.પ્રતિ ટન કર્યો
  • ડીઝલની નિકાસ પરનો ટેક્સ 5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 6.5 રૂપિયા પ્રતિ લિટર કરાયો
  • પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લિટર નિકાસ જકાત લાદવામાં આવી

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ તેમજ ડીઝલ અને એવિએશન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે.

સરકાર દ્વારા 2 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ 1,700 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 2,100 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઈલને શુદ્ધ કરીને તેમાંથી પેટ્રોલ, ડીઝલ અને એટીએફ જેવા ઈંધણ છુટા પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ડીઝલની નિકાસ પરનો ટેક્સ પણ 5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 6.5 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. એ જ રીતે, એટીએફની નિકાસ પર, 1.5 રૂપિયા પ્રતિ લિટર વધારીને 4.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેક્સ દર 3 જાન્યુઆરીથી લાગુ થશે. અગાઉ, 16 ડિસેમ્બરે, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારપછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો, જેના કારણે સરકારે ફરી વખત ટેક્સ વધારવો પડ્યો હતો.

ભારતે ગત વર્ષે પહેલી જુલાઈએ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાગુ કર્યો હતો. આ ટેક્સ લાગુ કરવાની સાથે જ ભારત એવા કેટલાક દેશોમાં સામેલ થઈ ગયું જે ઊર્જા કંપનીઓને તેમના વધુ પડતા નફા પર ટેક્સ લગાવે છે. આ જ સમયે, પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લિટર (બેરલ દીઠ 12 ડોલર) અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર (બેરલ દીઠ 26 ડોલર)ની નિકાસ જકાત લાદવામાં આવી હતી. જ્યારે સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટન ( 40 ડોલર પ્રતિ બેરલ)નો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *