જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકાર એલર્ટ, કલમ 144 લાગુ કરાશે

0

[ad_1]

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા રવિવારે યોજાશે

પરિક્ષા કેન્દ્રો બહાર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લેવામાં આવ્યો નિર્ણય

Updated: Jan 27th, 2023

Image : GPSSB Official & internet

ગાંધીનગર, 27 જાન્યુઆરી 2023, શુક્રવાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા આગામી રવિવારના રોજ સવારે 11.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી યોજાનાર છે. આ પરિક્ષામાં કોઈ અનઈચ્છિનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

પરિક્ષા કેન્દ્રો પર કલમ 144 લાગુ કરાશે

સરકાર દ્વારા જૂનિયર કલાર્કની પરીક્ષા શાંતિથી લેવાઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તેમજ કોઇ ડિસ્ટર્બન્સ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં  કામગીરી માટે નિમાયેલ કર્મચારીઓ તેમજ પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

પરિક્ષાના કેન્દ્રો પર વધુ માણસો ભેગા થઈ શકશે નહીં

આ પરિક્ષાના કેન્દ્રોની અંદર તેમજ તેની આસપાસ 200 મીટરની એરિયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થઈ શક્શે નહી. આ અગાઉ પરિક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *