ગૂગલ મેસેજમાં પણ વોટ્સએપની જેમ મજા માણી શકાશે

0

[ad_1]

ગૂગલ પોતાની મેસેન્જર એપ (Google Messages)ને સમયાંતરે નવાંનવાં ફીચર્સની સાથે અપડેટ કરી રહ્યું છે. ગૂગલે હવે ગૂગલ મેસેજમાં ગ્રૂપ ચેટ માટે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન રોલઆઉટ ચાલુ કરી દીધું છે. એટલે કે હવે યૂઝર્સ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ જ ગૂગલ મેસેજમાં ગ્રૂપ ચેટની મજા લઇ શકશે. સાથેસાથે તેને ઇન્ક્રિપ્ટ પણ કરવામાં આવશે, જેથી યૂઝર્સની ચેટ અંગત અને સુરક્ષિત પણ રહેશે. અલબત્ત, ગૂગલ મેસેજના એન્ક્રિપ્શન બાદ સેન્ડ કરનારા અને રિસીવ કરવાવાળા યૂઝર્સ આ મેસેજને જોઇ શકશે. નોંધનીય છે કે, આ પહેલાં ગૂગલે ટેક્સ્ટ મેસેજ પર ઇમોજી રિએક્શનની સુવિધા પણ ચાલુ કરી દીધી હતી. ગૂગલે બીટા પ્રોજેક્ટના એક ભાગરૂપે યૂઝર્સને મેસેજ માટે ગ્રૂપ ચેટમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન રોલઆઉટ કરવાનું ચાલુ કરી દીધું છે. આ સુવિધા યૂઝર્સને મેસેજ એપનો ઉપયોગ કરવા વન ઓન વન ટેક્સ્ટ મોકલવામાં મદદ કરશે અને તેને ઇન્ક્રિપ્ટ કરવામાં આવશે, જેથી તે અંગત તેમજ સુરક્ષિત પણ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે શરૂઆતમાં જ મે 2022માં પોતાના I/O ઇવેન્ટમાં ગ્રૂપ ચેટ માટે E2EE સપોર્ટની જાહેરાત પણ કરી હતી. ટૂંકમાં, ગૂગલ મેસેજ યૂઝર્સને હવે ચેટ કરવામાં વધુ સરળતા મળશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *