Google AI Chatbot Respond: ગૂગલના AI ચેટબોટ જેમિની વિશે એક વિદ્યાર્થીએ ચોંકાવનારો દાવો કર્યો છે. એક ન્યૂઝના અહેવાલ મુજબ, મિશિગનના 29 વર્ષીય વિદ્યાર્થી વિધાય રેડ્ડીને જેમિનીની મદદથી હોમવર્ક કરતી વખતે એક વિચિત્ર પ્રતિભાવ મળ્યો, જેનાથી તે ખૂબ જ પરેશાન થઈ ગયો. રેડ્ડીએ જણાવ્યું કે ચેટબોટે તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેને મરવાનું પણ કહ્યું. રેડ્ડીના કહેવા પ્રમાણે, ‘ગૂગલના ચેટબોટે તેમને કહ્યું, ‘માણસ, આ તમારા માટે છે. માત્ર તમારા જ માટે. તમે ખાસ નથી, તમે જરૂરી નથી અને તમારી જરૂર પણ નથી.