પાવાગઢમાં દર્શને આવતા ભકતો માટે સારા સમાચાર

0

[ad_1]

  • સીધા નીજ મંદિર પહોંચી શકાય એ માટે બનશે લિફ્ટ
  • છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટનું ખાતમુહુર્ત
  • 70 મીટરની ઊંચાઈ ધરાવતી 20 કરોડના ખર્ચે બે લિફ્ટ બનશે

પંચમહાલના પાવાગઢમાં દર્શને આવતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યો છે. જેમાં દિવ્યાંગ અને સિનિયર સિટિઝનો માટે મોટી રાહત થઇ છે. તેમાં સીધા નીજ મંદિર પહોંચી શકાય એ માટે લિફ્ટ બનશે. જેમાં છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જેમાં 20 કરોડના ખર્ચે બે લિફ્ટ બનશે.

70 મીટરની ઊંચાઈ ધરાવતી લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે
પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સીધા નિજ મંદિર પહોંચવા માટે 2 લિફ્ટ બનાવવામાં આવી રહી છે. છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાત મુહુર્ત કરાયુ છે. રૂપિયા 20 કરોડના ખર્ચે બે લિફ્ટ બનશે. 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇસ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે. તેમાં દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે સૌથી મોટી રાહત થશે.

જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાત મુહુર્ત કરાયું

હવે નિજ મંદિર સુધી પહોંચવા પગથિયા ચઢવા પડશે નહી. અગાઉ રોપ-વેમાંથી ઉતર્યા બાદ પણ 450 જેટલા પગથિયાં ચઢવા પડતા હતા. જેમાં અમદાવાદની ખાનગી એજન્સીને કામ અપાયું છે. જેમાં જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાત મુહુર્ત કરાયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *