રાજકોટની ગોંડલ ચોકડીએ ટ્રાફિક સમસ્યા ઘટશે, મેમાં ફ્લાઇ ઓવર તૈયાર થઈ

0

[ad_1]

  • બ્રિઝ સાઈટની મુલાકાત લેતા કલેકટર અરૂણ મહેશ બાબુ
  • અહી સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થતી હતી
  • ટ્રાફિક મેનેજમેન્ટ, સ્પીડ બ્રેકર વગેરે મુદ્દાની સમીક્ષા કરી

રાજકોટમાં ગોંડલ જવાના રસ્તે ગોંડલ ચોકડીએ લોકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે હવે આ સમસ્યાનો અંત ટૂંક સમયમાં આવી જશે. આ જગ્યાએ બની રહેલો ફ્લાય ઓવર મે માહિનામાં તૈયાર થઈ જશે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બ્રિજ સાઇટની મુલાકાત લીધી હતી અને ટ્રાફિક મેનેજમેન્ટ, સ્પીડ બ્રેકર વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલ ચોકડી પાસે ફ્લાય ઓવર બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે અને જિલ્લા કલેકટરે પ્રોજેકટ અંગેની વિગતવાર માહિતી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ પાસેથી મેળવી હતી. મુખ્ય ઇજનેરોની ટીમ અને સંકળાયેલ કંપનીઓના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *